માત્ર 50 હજાર રૂપિયા માટે 16 વર્ષનાં કિશોરે સેંકડો લોકોના જીવ ત્રાજવે નાખ્યા

જમ્મુમાં ગ્રેનેડ હુમલા બાદ પકડાયેલા આરોપીની ઉંમર માત્ર 16 વર્ષ છે, પોલીસ પુછપરછમાં તેણે કર્યા ચોંકાવનારા ખુલાસા

માત્ર 50 હજાર રૂપિયા માટે 16 વર્ષનાં કિશોરે સેંકડો લોકોના જીવ ત્રાજવે નાખ્યા

જમ્મુ : જમ્મુ બસ સ્ટેશન પર ગ્રેનેડ એટેકનાં આરોપીને આ કાવત્રા માટે હિઝબુલ મુજાહિદ્દીનના હેન્ડલર્સે 50 હજાર રૂપિયા આપ્યા હતા. ગુરૂવારે  ઘટના બાદ ધરપકડ કરાયેલ કિશોરની પુછપરછ બાદ જમ્મુ પોલીસે કાવત્રાનો ખુલાસો કર્યો છે. પોલીસ અધિકારીએ કહ્યું કે, આરોપીની પાસે મળેલા દસ્તાવેજથી તે કિશોર હોવાની માહિતી મળી રહી છે. 

અધિકારીઓએ કહ્યું કે, પુછપરછ દરમિયાન કિશોરે પોલીસને જણાવ્યું કે, હિજબુલ મુજાહિદ્દીનનાં આતંકવાદીએ તેને ગ્રેનેડ ફેંકવા માટે 50 હજાર રૂપિયા આપ્યા હતા. અધિકારીઓએ કહ્યું કે, તેના આધારકાર્ડ અને સ્કુલ રેકોર્ડ સહિત ઓળખના અન્ય દસ્તાવેજમાં તેની જનમ તારીખ 12 માર્ચ, 2003 હોવાનું જણાવાયું છે. 

ભીડભાડવાળા સ્થળો પર હુમલાનું કાવત્રું
તપાસમાં તે માહિતી મળી રહી છે કે કમાન્ડર ફૈયાઝે જમ્મુ કાશ્મીરનાં કોઇ પણ ભીડભાડવાળા સ્થળ પર હુમલો કરવાની જવાબદારી આતંકવાદી સંગઠનનાં ઓવર ગ્રાઉન્ડ વર્કર મુજામ્મિલને આપી હતી, પરંતુ મુજમ્મિલે તેના માટે ઇન્કાર કરતા તેની જવાબદારી છોટુ (આરોપીનું બદલાયેલું નામ)ને આપવા માટે કહ્યું. 

ત્રણ ભાઇ-બહેનોમાં સૌથી મોટો આરોપી
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બ્લાસ્ટનો આરોપી પોતાના ત્રણ ભાઇ-બહેનોએ સૌથી મોટા છે. તે 9માં ધોરણમાં ભણે છે તથા તેનાં પિતા પેન્ટર છે. ઉલ્લે્ખનીય છે કે, ગુરૂવારે  જમ્મુ બસ સ્ટેશન પર થયેલા ગ્રેનેડ હુમલા બાદ આરોપી કિશોરને પોલીસે ધરપકડ કરી લીધી છે. બસ સ્ટેશન પર થયેલા આતંકવાદી દુર્ઘટનામાં 2 લોકોનાં મોત થયા હતા, જ્યારે 30થી વધારે લોકો ઘાયલ લોકોને જમ્મુ રાજકીય મેડિકલ કોલેજમાં દાખલ કરાવવામાં આવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news