નવી દિલ્હીઃ કોંગ્રેસના નવા ચૂંટાયેલા લોકસભા સાંસદોની પ્રથમ બેઠક શનિવારે યોજાઈ હતી, જેમાં સોનિયા ગાંધીને કોંગ્રેસના સંસદીય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ બેઠકમાં કોંગ્રેસના ચૂંટાયેલા તમામ 52 લોકસભા સાંસદ હાજર રહ્યા હતા. આ બેઠકમાં કોંગ્રેસના રાજ્યસભાના સભ્યોએ પણ હાજરી આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અંગે કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ એક ટ્વીટ કરીને જણાવ્યું કે, "શ્રીમતી સોનિયા ગાંધીને કોંગ્રેસ પાર્લિયામેન્ટરી પાર્ટીના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. અમે દેશના 12.13 કરોડ મતદારોનો કોંગ્રેસ પાર્ટીમાં વિશ્વાસ વ્યક્ત કરવા બદલ આભાર માનીએ છીએ."


જાણો નવી સરકારનું બજેટ ક્યારે આવશે, મોદી કેબિનેટે નક્કી કરી સંસદના સત્રની તારીખો 


કોંગ્રેસ માટે કર્ણાટકથી સારા સમાચાર
કોંગ્રેસ માટે લોકસભા ચૂંટણીમાં કારમા પરાજય પછી કર્ણાટકથી એક સારા સમાચાર આવ્યા છે. અહીં રાજ્યમાં યોજાયેલી સ્થાનિક નિગમની ચૂંટણીમાં શુક્રવારે કોંગ્રેસ સૌથી વધુ બેઠકો જીતી છે. રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, રાજ્યના 56 નિગમોમાં કુલ 1221 વોર્ડમાંથી કોંગ્રેસ 509 વોર્ડમાં વિજય મેળવ્યો છે, જ્યારે ભાજપને 366 વોર્ડમાં વિજય મળ્યો છે. જનતા દળને 174 વોર્ડ પર વિજય મળ્યો છે. આ ઉપરાંત, 160 વોર્ડમાં અપક્ષ ઉમેદવાર જીત્યા છે. 


આખરે સરકારનો સ્વીકારઃ દેશમાં બેરોજગારીનો દર 45 વર્ષમાં સૌથી વધુ  


ચૂંટણી પંચ દ્વારા સાત નગર પરિષદના 217 વોર્ડ, 30 નગરપાલિકા પરિષદના 714 વોર્ડ અને 19 નગર પંચાયતોના 290 વોર્ડના પરિણામ જાહેર કરાયા હતા. 


જૂઓ LIVE TV...


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....