નવી દિલ્હી : લોકસભા ચૂંટણીમાં મળેલા પરાજય બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસ સંસદીય દળની પહેલી બેઠકમાં કહ્યું કે, તમે સ્વતંત્ર ભારતનાં ઇતિહાસમાં પહેલા એવા લોકો છે, જે કોઇ રાજનીતિક દળની વિરુદ્ધ નહી પરંતુ દેશની દરેક સંસ્થાની વિરુદ્ધ ચૂંટણી લડ્યા. એવી કોઇ સંસ્થા નથી જે લોકસભા ચૂંટણીમાં તમારી સાથે લડ્યા હોય અને તમને અટકાવવાના પ્રયાસો ન કર્યા હોય. તમે એવી દરેક સંસ્થા સાથે લડ્યા અને લોકસભા પહોંચ્યા. તે અંગે તમારે ગૌરવ અનુભવવું જોઇએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મમતા બેનર્જીને મોકલાશે જય શ્રીરામ લખેલા પોસ્ટકાર્ડ: ભાજપ
રાહુલ ગાંધીએ કહ્યું કે, મને જરા પણ શંકા નથી કે, કોંગ્રેસ ફરીથી મજબુત થશે. આગળ એવી કોઇ સંસ્થા નથી તમારો સહયોગ કરશે, કોઇ નહી કરે. આ બ્રિટિશ કાળ જેવું છે જ્યારે કોઇ સંસ્થાએ પણ કોંગ્રેસને સહયોગ નહોતો કર્યો, તેમ છતા અમે લડ્યા અને જીત્યા. અમે ફરીથી જીતીશું. ત્યાર બાદ તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, અમે પોતાના સંવિધાન અને સંસ્થાઓની સંરક્ષણ માટે બબ્બર શેરની જેમ કામ કરશે અને સંસદમાં ભાજપને વોકઓવરની કોઇ જ તક નહી મળે. 


અયોધ્યામાંથી રામની મુર્તિ ચોરતા તો ચોરી લીધી, પણ પાછી આપવા આવવું પડ્યું કારણ કે...
CM યોગીનો મહત્વનો નિર્ણય, કેબિનેટ મીટિંગમાં ફોન નહી રાખી શકે મંત્રી
સભ્યોમાં જોશ ભરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણીમાં પરાજય બાદ નિરાશ થયેલા કોંગ્રેસ કાર્યકર્તાઓ અને નેતાઓમાં જોશ ભરતા પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે કહ્યું કે, લોકસભામાં 52 સાંસદ હોવા છતા તેમની પાર્ટી આગામી પાંચ વર્ષો સુધી ભાજપની વિરુદ્ધ ઇંચ-ઇંચ લડશે અને જીતશે. ગાંધીએ કહ્યું કે, સંવિધાન અને દેશની સંસ્થાઓ બચાવવા માટે કોંગ્રેસનાં કાર્યકર્તાઓ બબ્બર શેરની જેમ કામ કરશે.