નવી દિલ્હી: કોંગ્રેસના નેતા શશિ થરૂરે પોતાના વકીલ મારફતે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને તેમના વિરુદ્ધ ખોટા અને બદનામીવાળા નિવેદન કરવાના આરોપસર નોટિસ મોકલી છે. નોટિસમાં ચેતવણી આપતા કહેવાયું છે કે રવિશંકર પ્રસાદ 48 કલાકની અંદર માફી માંગે નહીં તો તેમના વિરુદ્ધ કાયદાકીય પ્રક્રિયા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ મુજબ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે ટ્વિટ કરીને કહ્યું હતું કે શશિ થરૂર કે જેઓ એક હત્યા કેસના આરોપી છે તેમણે ખોટા નિવેદન આપીને ભગવાન શિવનું અપમાન કર્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રસાદે વધુમાં કહ્યું હતું કે તેઓ આ મામલે પોતાને શિવભક્ત હોવાનો દાવો કરતા રાહુલ ગાંધી પાસે જવાબ માંગે છે કે કયા પ્રકારે કોંગ્રેસના સાંસદે ભગવાન શિવ અંગે અપમાનજનક ટિપ્પણી કરી હતી. રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીને કહ્યું હતું કે તેઓ તમામ હિંદુઓ પાસે માફી માંગે. 


વાત જાણે એમ છે કે શશિ થરૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખુબ જ આપત્તિજનક ટિપ્પણી કરી હતી. ત્યારબાદ મામલાએ તૂલ પકડ્યું. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે આ મામલે પ્રતિક્રિયા આપી અને કોંગ્રેસના ટોચના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યાં હતાં. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કોંગ્રેસના નેતા શશિ થરૂરના શિવલિંગ અને વિંછી વાળા નિવેદનને લઈને તેમના પર નિશાન સાંધવા સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના રાફેલ ડીલમાં ગડબડી પરના આરોપો પર કહ્યું હતું કે તેઓ દેશની સુરક્ષા સાથે રમી રહ્યાં છે. પ્રસાદે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉજ્જૈનમાં મંદિરમાં દર્શન કરી રહ્યાં છે. 


દેશના વધુ સમાચારો માટે કરો ક્લિક...