નવી દિલ્હી : નિર્મલા સીતારમણને નાણામંત્રી બનવા અંગે શુભકામના પાઠવ્યાનાં બે દિવસ બાદ કોંગ્રેસની સોશિયલ મીડિયા પ્રમુખ દિવ્યા સ્પંદનાનું અધિકારીક ટ્વીટર હેન્ડલ ગાયબ થઇ ચુક્યું છે. માઇક્રોબ્લોગિંગ સાઇટ પર સ્પંદનાના ટ્વીટર હેન્ડલ (@દિવ્યાસ્પંદના)ને સર્ચ કરવા અંગે લખેલું આવે છે, માફ કરજો, આ પેજ ઉપલબ્ધ નથી. તેમના ટ્વીટર એકાઉન્ટનાં નદારદ હોવાની કોઇ અધિકારીક પૃષ્ટી કરવામાં નથી આવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મમતા બેનર્જી હિરણ્યકશ્યપના ખાનદાનમાંથી તો નથી: સાક્ષી મહારાજનું વિવાદિત નિવેદન
તેમણે 31 મેના રોજ પોતાનું અંતિમ ટ્વીટ કર્યું હતું, જેમાં લખવામાં આવ્યું હતું, નાણામંત્રી બનવા માટે શુભકામના નિર્મલા સીતારમણ. આ પહેલા આ વિભાગને કોઇ મહિલાએ સંભાળ્યો હતો તો તેઓ ઇંદિરા ગાંધી હતા (1970). અમે મહિલાને તેના પર ગર્વ છે ! જીડીપી ગ્રોથ સારો નથી, અમને વિશ્વાસ છે કે તમે અર્થવ્યવસ્થાને ફરી પાટા પર ચડાવવા માટેના ભરચક પ્રયાસો કરશે. તમને અમારુ સમર્થન છે, શુભેચ્છાઓ.


ચીન સાથેની અવળચંડાઇ અમેરિકાને પડી રહી છે મોંઘી, અર્થવ્યવસ્થાને મોટુ નુકસાન
રામ મંદિર મુદ્દે કાલે અયોધ્યામાં સંતોની મોટી બેઠક, થશે મહત્વનાં નિર્ણય !
બીજી તરફ કોંગ્રેસની સોશિયલ મીડિયા પ્રમુખ દિવ્યા સ્પંદનાના ટ્વીટર એકાઉન્ટ ડિલીટ થયાની તુરંત બાદ તેના ટીમ મેંબર ચિરાગ પટનાયકે પણ હવે ટ્વીટરને અલવિદા કહી દીધું છે. પ્રાપ્ત માહિતી અનુસાર પટનાયકને દિલ્હીમાં ગત્ત અઠવાડીયે પોતાના સહકર્મચારીના શારીરિક શોષણના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ દિવ્યાએ તેનો બચાવ કર્યો હતો. સ્પંદના અને ચિરાગે પોતાનાં ટ્વીટર એકાઉન્ટ કેમ ડિલીટ કર્યા છે, તેની કોઇ અધિકારીક માહિતી હજી સુધી સામે આવી નથી.