લખનઉ: કોંગ્રેસમાં ચાલી રહેલું ઘમાસાણ અટકવાનું નામ લેતુ નથી. કારણ કે કોંગ્રેસ હવે વધુ એક 'લેટર બોમ્બ' સાથે પાર્ટીમાં થવા જઈ રહેલી ઉથલપાથલ માટે તૈયાર છે. આ વખતે આ પત્ર ઉત્તર પ્રદેશથી આવ્યો છે. ગત વર્ષે પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવેલા કોંગ્રેસના 9 વરિષ્ઠ નેતાઓએ  કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને એક પત્ર લખ્યો છે જેમાં કહેવાયું છે કે તેઓ માત્ર 'ઈતિહાસ'નો હિસ્સો બનવા જઈ રહેલી પાર્ટીને બચાવી લે. આ સાથે જ તેમને પરિવારના મોહથી ઉપર ઉઠીને કામ કરવાની પણ અપીલ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુપીના પૂર્વ સાંસદ સંતોષ સિંહ, પૂર્વ મંત્રી સત્યદેવ ત્રિપાઠી, પૂર્વ ધારાસભ્ય વિનોદ ચૌધરી, ભૂધર નારાયણ મિશ્રા, નેકચંદ પાંડે, સ્વયં પ્રકાશ ગોસ્વામી, અને સંજીવ સિંહના હસ્તાક્ષરવાળા પત્રમાં કહેવાયું છે કે કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. 


કંગના સાથેના શાબ્દિક યુદ્ધમાં શિવસેનાના નેતાએ અમદાવાદનો ઉલ્લેખ કરીને 'કાચુ કાપ્યું'?


પ્રિયંકા ગાંધી પર નિશાન
યુપીના પ્રભારી અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પર પરોક્ષ રીતે નિશાન સાધતા ચાર પાનાના પત્રમાં સોનિયા ગાંધીને પરિવારથી ઉપર ઉઠવાનો આગ્રહ કરાયો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે 'પરિવારના મોહમાંથી ઉપર ઉઠો' અને પાત્રીની લોકતાંત્રિક પરંપરાઓને ફરીથી સ્થાપિત કરો. 


'વેતનના આધારે કામ કરી રહેલા નેતાઓનો કોંગ્રેસ પર કબ્જો'
પત્રમાં કહેવાયું છે કે એ વાતની આશંકા છે કે તમને રાજ્ય મામલાના પ્રભારી તરફથી હાલની સ્થિતિ અંગે જણાવવામાં આવતું નથી. અમે લગભગ એક વર્ષથી તમને મળવા માટે એપોઈન્ટમેન્ટ માંગી રહ્યાં છીએ. પરંતુ ના પાડી દેવાય છે. અમે અમારી ગેરકાયદે બરતરફી વિરુદ્ધ અપીલ કરી હતી. પરંતુ કેન્દ્રીય અનુશાસન સમિતિને પણ અમારી અપીલ પર વિચાર કરવાનો સમય મળ્યો નથી. 


રશિયાથી અચાનક જ આ દેશના પ્રવાસે પહોંચી ગયા રક્ષામંત્રી રાજનાથ સિંહ, ચીનના હોશ ઉડ્યા


કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ આગળ દાવો કર્યો કે પાર્ટીના પદો પર એવા લોકોનો કબ્જો છે જેઓ વેતન પર કામ કરે છે અને પાર્ટીના પ્રાથમિક સભ્ય પણ નથી. પત્રમાં કહેવાયું છે કે આ નેતા પાર્ટીની વિચારધારાથી પરિચિત નથી. પરંતુ તેમને યુપીમાં પાર્ટીને દિશા આપવાનું કામ સોપાયુ છે. 


લોકતાત્રિક માપદંડોના ધજાગરા ઉડાવાય છે
પત્રમાં આગળ કહેવાયું છે કે આ લોકો તે નેતાઓના પ્રદર્શનનું આકલન કરી રહ્યા છે જેઓ 1977-80ના સંકટ દરમિયાન કોંગ્રેસ સાથે ચટ્ટાનની જેમ અડીખમ હતાં. લોકતાંત્રિક માપદંડોના ધજાગરા ઉડાવાઈ રહ્યાં છે અને વરિષ્ઠ નેતાઓને નિશાન બનાવવામાં આવે છે. અપમાનિત કરાય છે અને કાઢી મૂકાય છે.


કોરોનાકાળમાં મોદી સરકારના આ મંત્રાલયે તોડ્યો રેકોર્ડ, કર્યું આ મોટું કામ 


વાસ્તવમાં અમને મીડિયા દ્વારા અમારી બરતરફીની જાણ થઈ હતી. જે રાજ્ય શાખામાં નવા કાર્ય સંસ્કૃતિની વાત કરે છે. પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે નેતાઓ અને પાર્ટીના કાર્યકરો વચ્ચે સંવાદની કમી છે. 


તેમણે વધુમાં કહ્યું કે યુપીમાં NSUI અને યુવા કોંગ્રેસ નિષ્ક્રિય બની ગયા છે. નેતાઓએ કોંગ્રેસ હાઈ કમાન્ડ પાસે વરિષ્ઠ નેતાઓની સાથે સંવાદ વધારવાનો આગ્રહ કર્યો છે. 


તેમણે ચેતવણી આપી છે કે જો હાલના મુદ્દાઓ સામે આંખ મીચી લેવાશે તો કોંગ્રેસને યુપીમાં કે જે એક સમયે પાર્ટીનો ગઢ ગણાતા હતો ત્યાં મોટું નુકસાન જશે. અત્રે જણાવવાનું કે આ પત્ર એવા સમયે આવ્યો છે કે  જ્યારે પાર્ટી ઉત્તર પ્રદેશમાં પહેલેથી જ જૂથબાજી, મતભેદોનો સામનો કરી રહી છે. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube