Corona cases In India: ભારતમાં કોરોનાના કેસ ફરી એકવાર ઝડપથી વધવા લાગ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે જે આંકડા જાહેર કર્યા છે તે ચિંતાજનક છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યાનુસાર દેશમાં એક જ દિવસમાં કોવિડ-19ના 1590 કેસ નોંધાયા છે. જે છેલ્લા 146 દિવસમાં સૌથી વધુ છે. જ્યાર પછી એક્ટિવ કેસોની સંખ્યા વધીને 8,601 થઈ ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


આ છે દેશના સૌથી ચર્ચિત માનહાનિ કેસ, જેમાં નેતાઓએ માંગી માફી બચાવી પોતાની ખુરશી


રાહુલ પાસે ફક્ત આ વિકલ્પો: સજા પર સ્ટેથી નહીં ચાલે કામ, વાયનાડ ગુમાવશે કે હવે શું?


Karnataka Assembly Election:કોંગ્રેસે 124 ઉમેદવારોની યાદી જાહેર કરી, આ રહ્યું લિસ્ટ


વાયરલ બીમારીના કારણે દર્દીના મૃત્યુ પણ થયા છે જેના કારણે મૃત્યુઆંક વધીને 5,30,824 થઈ ગયો છે જેમાં છેલ્લા 24 કલાકમાં છ વધુ મૃત્યુ થયા છે. જેમાંથી ત્રણ મહારાષ્ટ્રમાં છે અને એક-એક કર્ણાટક, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં છે. મંત્રાલયે આ ડેટા શનિવારે અપડેટ કર્યો હતો. પોઝિટિવીટી રેટ 1.33 ટકા નોંધાયો છે. નવા કેસ સાથે ભારતમાં કોવિડ -19 ના કેસની સંખ્યા વધીને 4,47,02,257 થઈ ગઈ છે.


મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 343 નવા કેસ નોંધાયા છે. જ્યારે ત્રણ દર્દીઓના મોત થયા છે. જો કે અહીં ફેબ્રુઆરી મહિનામાં એક પણ દર્દીનું મોત થયું ન હતું પરંતુ માર્ચ મહિનામાં ત્રણ મૃત્યુ થતા અહીં કુલ 13 દર્દીઓના મોત થયા છે. મુંબઈની વાત કરીએ તો અહીં 86 નવા કેસ નોંધાયા છે જેમાંથી 33 દર્દીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.