Delhi Corona Updates: કોરોના મહામારીને કારણે દેશમાં ફરી ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે. એવામાં દિલ્હીમાં કોરોનાના વધતા કેસ ફરી મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1656 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક પણ દર્દીનું મોત થયું નથી. આ ઉપરાંત પોઝિટિવિટી દરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે, ભલે પોઝિટિવિટી દરમાં ઘટાડો થયો હોય પરંતુ વધતા કેસે લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી અનુસાર, શુક્રવારે દિલ્હીમાં કોરોના સંક્રમણ દર 5.39 ટકા નોંધાયો છે. ત્યારે દિલ્હીમાં મોટી સંખ્યામાં કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં 30,709 કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. જ્યારે દિલ્હીમાં હાલ 6,096 કોરોનાના એક્ટિવ કેસ છે. જેમાંથી 171 કોરોના દર્દીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં ગુરુવારે કોરોનાના 1365 કેસ નોંધાયા હતા. તે સમયે કોરોના સંક્રમણ દર 6.35 ટકા નોંધાયો હતો.


આ વચ્ચે કોરોનાના નવા વેરિયન્ટે લોકોની ચિંતામાં વધારો કર્યો છે. ખાસ કરીને દિલ્હીમાં કોરોનાના વધતા કોરોના કેસ ચિંતાજનક છે. છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હીમાં કોરના કેસમાં વધારો જોવા મળ્યો છે. જેને લઇને દિલ્હીના ડોક્ટરોનું કહેવું છે કે, આવનારા સમયમાં દિલ્હીમાં કોરોના પિક પર હશે. જો કે, દિલ્હીમાં છેલ્લા બે અઠવાડીયામાં દરરોજના 1 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube