નવી દિલ્હી: દેશમાં મેડિકલ ઓક્સિજનની અછતને પહોંચી વળવા માટે સરકાર હવે તે ઈમ્પોર્ટ કરશે. હાલ 50 હજાર મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજન આયાત કરવાનો નિર્ણય લેવાયો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ કેન્દ્ર સરકારના Empowered Group-2 (EG2) એ કોરોના સામે ઝઝૂમી રહેલા 12 રાજ્યોમાં ઓક્સિજનની જરૂરિયાતોનું આકલન શરૂ કરી દીધુ છે. . PM-CARES Fund ની મદદથી દેશમાં 100 નવી હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે. જેમાં ઓક્સિજન પ્લાન્ટ પણ હશે. આ ઉપરાંત 50 હજાર મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજન બહારના દેશોમાંથી આયાત થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીમાં ગુરુવારે EG2 ની બેઠક યોજાઈ હતી જેમાં દેશમાં જરૂરી મેડિકલ ઉપરકરણો અને ઓક્સિજનની ઉપલબ્ધતા પર ચર્ચા કરવામાં આવી. બેઠકમાં ચર્ચા બાદ 3 મોટા નિર્ણય લેવાયા. જેમાં પહેલો નિર્ણય એ હતો કે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત 12 રાજ્યોમાં મેડિકલ ઓક્સિજનની ઉપલબ્ધતા તપાસવામાં આવે. ગંભીર કોરોના દર્દીઓના જીવન બચાવવામાં મેડિકલ ઓક્સિજન ખુબ જરૂરી હોય છે. 


જે રાજ્યોમાં કોરોનાના કેસ સૌથી વધુ વધી રહ્યા છે તેમાં મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સામેલ છે. મહારાષ્ટ્રમાં મેડિકલ ઓક્સિજનની ડિમાન્ડ રાજ્યમાં કુલ ઓક્સિજન નિર્માણ ક્ષમતાથી વધારે થઈ ગઈ છે. જ્યારે મધ્ય પ્રદેશમાં ઓક્સિજનના નિર્માણ માટે કોઈ પ્રોડક્શન સેન્ટર નથી. આ બાજુ ગુજરાત, કર્ણાટક અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ઓક્સિજનનું ઉત્પાદન થાય છે પરંતુ ત્યાં પણ તેની ડિમાન્ડ ખુબ વધી ગઈ છે. 


મેડિકલ ઓક્સિજનની આપૂર્તિ બન્યો મોટો મુદ્દો
આગામી કેટલાક અઠવાડિયામાં મેડિકલ ઓક્સિજનની આપૂર્તિ પર સ્પષ્ટતા અને આશ્વાસન આપવા માટે DPIIT, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય(MOHFW), કેન્દ્રીય સ્ટીલ મંત્રાલય, સંબંધિત રાજ્ય અને પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોસિવ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન(PESO) મળીને એક સંયુક્ત એક્સસાઈઝ કરી. આ એક્સસાઈઝમાં ઓક્સિજનના નિર્માણ એકમોના ઉત્પાદક પણ સામેલ થયા. આ એક્સસાઈઝમાં રાજ્યોની ડિમાન્ડ અને મેડિકલ ઓક્સિજનની કુલ ઉત્પાદન ક્ષમતાનું મિલાન કરાયું. આ સાથે રાજ્યોને મેડિકલ ઓક્સિજનના વધુ સારા ઉપયોગની રીત બતાવવા માટે રૂપરેખા પણ બનાવવામાં આવી. 


મળતી માહિતી મુજબ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત 12 રાજિ્યોએ  4880 MT, 5619 MT અને 6593 MT મેડિકલ ઓક્સિજનની ડિમાન્ડ મોકલી હતી. જેના આધારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મેડિકલ ઓક્સિજનની આયાતના આદેશ જારી કર્યો છે. 


PSA પ્લાન્ટ લગાવવા પર ભાર
બેઠકમાં જે બીજા પોઈન્ટ પર ચર્ચા કરાઈ તે Pressure Swing Adsorption (PSA) વાળી 100 હોસ્પિટલોની ઓળખ કરવાનો હતો. PSA ટેક્નિક રાખતી હોસ્પિટલો પોતાની રીતે ઓક્સિજન  બનાવવામાં સફળ રહે છે જેનાથી મેડિકલ ઓક્સિજનની નેશનલ ગ્રિડ પર બોજો ઓછો થાય છે.  PM-Cares ફંડે આવી 162 PSA પ્લાન્ટ બનાવવા માટે ફંડ બહાર પાડ્યું હતું. આ સાથે જ 100 એવી હોસ્પિટલોની ઓળખ કરાઈ રહી છે જે પોતાના ત્યાં આ પ્લાન્ટ લગાવી શકશે. જેનાથી દેશમાં ઓક્સિજનની કમી ન રહે. 


મેડિકલ ઓક્સિજનની આયાત કરાશે
બેઠકમાં ત્રીજો મોટો નિર્ણય એ લેવાયો કે 50 હજાર મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજનની આયાત કરાશે. EG2 એ આ અંગે જલદી જ ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ તેને પોતાના કામમાં ઝડપ લાવવાના નિર્દેશ આપ્યા છે. 


MP: વોર્ડ બોયે કોરોના દર્દીનો ઓક્સિજન સપોર્ટ કાઢી નાખ્યો, દર્દી મોતને ભેટ્યો, CCTVમાં ઘટના કેદ


Corona Update: કોરોનાનો અત્યાર સુધીમાં સૌથી મોટો એટેક, એક જ દિવસમાં 2 લાખથી વધુ કેસ 


Corona ના નવા બે લક્ષણ સામે આવ્યા, જરાય નજરઅંદાજ ન કરતા


Coronavirus: ભારતમાં Double Mutant Virus એ મચાવ્યો છે હાહાકાર!, જાણો કેમ આટલો જોખમી છે આ નવો સ્ટ્રેન?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube