UKમાં કોરોનાના નવા સ્ટ્રેનથી ઝડપથી ફેલાય છે સંક્રમણ, ભારતની સ્થિતિ સારીઃ સ્વાસ્થ્ય મંત્રાલય
નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે કહ્યુ કે, યુનાઇટેડ કિંગડમમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન ઝડપથી સંક્રમણ ફેલાવી રહ્યો છે. આ મ્યુટેશન બીમારીની તીવ્રતાને પ્રભાવિત કરી રહ્યું નથી. કોરોનાના મામલામાં મૃત્યુદર આ મ્યુટેશનથી પ્રભાવિત થયો નથી.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસની સ્થિતિ, કોરોનાના નવા સ્ટ્રેનને લઈને તૈયારી અને વેક્સિનની સ્થિતિ પર સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે પત્રકાર પરિષદ યોજી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે, આશરે 163 દિવસ બાદ દેશમાં સક્રિય કેસની સંખ્યા 3 લાખ કરતા પણ ઓછી થઈ ગઈ છે. આ એક મોટી સિદ્ધિ છે અને આ આપણે ફ્રંટલાઇન વર્કર્સને કારણે થઈ શક્યું છે. વર્તમાનમાં સક્રિય કેસના કુલ મામલા 3 ટકા કરતા પણ ઓછા છે. ભારતમાં સપ્ટેમ્બરના મધ્યથી અત્યાર સુધી સતત કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાથી રિકવરી રેટ 95 ટકા કરતા વધુ છે.
રાજ્યવાર સ્થિતિ અનુસાર એમપી, તમિલનાડુ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને કેરલમાં છેલ્લા 24 કલાકમાં 57 ટકા કેસ આવ્યા છે. તો યૂપી, છત્તીસગઢ, દિલ્હી, કેરલ, બંગાળ અને મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 61 ટકા મૃત્યુ થયા છે.
લંડનથી ભારત પહોંચેલા 7 યાત્રી કોરોના પોઝિટિવ, નવા સ્ટ્રેન બાદ ડરનો માહોલ
તેમણે કહ્યું કે, કોરોના વાયરસને લઈને ઘણા દેશોમાં મુશ્કેલી વધી રહી છે. યૂરોપમાં મામલામાં વધારો થયો છે અને ઘણા દેશોએ પોતાને ત્યાં લૉકડાઉન લગાવ્યું છે. આ રીતે આપણે ત્યાં ખુબ સારી સ્થિતિ છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube