કોરોનાકાળમાં જે લોકોને ઘર બહારના `ફોગટ ફેરા` કરવાની આદત હોય તે ખાસ વાંચે...
કોરોના વાયરસ (Corona Virus) ફક્ત કોઈ વસ્તુને અડવાથી કે સ્પર્શવાથી અથવા તો સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી થાય છે એવું નથી. પરંતુ હવા (Air) દ્વારા પણ થાય છે. આવું વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)નું કહેવું છે. જો કે WHOએ અત્યાર સુધી હવા દ્વારા ચેપ ફેલાવવાની વાતને સ્વીકારી નહતી. પરંતુ કેટલાક રિસર્ચના પરિણામોએ તેમનો મત બદલી નાખ્યો છે. WHOનું માનવું છે કે ભીડભાડવાળી જગ્યા અને હવાની અવરજવર ઓછી હોય તેવી જગ્યા પર કોરોના વાયરસ હવા દ્વારા ફેલાવવાની શંકાને નકારી શકાય નહીં.
નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) ફક્ત કોઈ વસ્તુને અડવાથી કે સ્પર્શવાથી અથવા તો સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી થાય છે એવું નથી. પરંતુ હવા (Air) દ્વારા પણ થાય છે. આવું વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)નું કહેવું છે. જો કે WHOએ અત્યાર સુધી હવા દ્વારા ચેપ ફેલાવવાની વાતને સ્વીકારી નહતી. પરંતુ કેટલાક રિસર્ચના પરિણામોએ તેમનો મત બદલી નાખ્યો છે. WHOનું માનવું છે કે ભીડભાડવાળી જગ્યા અને હવાની અવરજવર ઓછી હોય તેવી જગ્યા પર કોરોના વાયરસ હવા દ્વારા ફેલાવવાની શંકાને નકારી શકાય નહીં.
Unlock 5.0: કોરોના પર કાબૂના કોઈ જ સંકેત નથી, પણ છતાં હવે આ છૂટછાટ આપી શકે છે સરકાર
સુપર સ્પ્રેડર ફેલાવો
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હવા દ્વારા સંક્રમણ હવે વધુ ફેલાઈ રહ્યું છે. જેને સુપરસ્પ્રેડર ફેલાવો કહે છે. આવા કેસમાં સંક્રમિત વ્યક્તિ એક જ વારમાં અનેક વ્યક્તિઓને ચેપ લગાડી દે છે. જરૂરી નથી કે આ સંક્રમણ મોઢા કે નાક દ્વારા જ ફેલાય. વાયરસ અન્ય રીતે પણ શરીરમાં પ્રવેશી શકે છે. આથી સંપૂર્ણ રીતે ફીટ માસ્ક પહેરવું જરૂરી છે. આ સાથે જ બહાર રહેવાના સમય ઉપર પણ નિયંત્રણ રાખવું જરૂરી છે.
Corona Update: દુનિયાભરમાં કોરોનાના દર્દીઓનો આંકડો 3.29 કરોડ પાર, ભારતમાં 60 લાખથી વધુ કેસ
સિગારેટના ધૂમાડાની જેમ ફેલાય છે વાયરસ
કોરોના વાયરસ સંબંધિત એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ પોતાનું ધ્યાન તે નાના નાના કણો પર કેન્દ્રિત કર્યું કે જે સિગારેટના ધૂમાડાની જેમ હવામાં ફેલાય છે. આ કણો હવા દ્વારા આવે છે અને શરીરની ગરમીથી ઉપરની બાજુ જાય છે. આ કણ હવામાં થોડી મિનિટથી લઈને અનેક કલાકો સુધી રહી શકે છે. આ કણોને એરોસેલ કહે છે અને તે 6 ફૂટ સુધીના અંતર સુધી ફેલાઈ શકે છે. આથી એકબીજા વચ્ચે અંતર રાખવું અત્યંત જરૂરી છે.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube