નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ(Corona Virus) ની બીજી લહેરની સ્પીડમાં થોડો ઘટાડો થયો છે પરંતુ આમ છતાં 3.66 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે.મોતના આંકડામાં પણ સામાન્ય ઘટાડો થયો છે. આ બધા વચ્ચે અમેરિકાના ટોપ હેલ્થ એક્સપર્ટ ડોક્ટર એન્થની ફાઉચીએ મહામારી સામે જંગમાં રસીકરણને સૌથી મોટું હથિયાર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે ભારત અને અમેરિકામાં કોરોનાની હાલની સ્થિતિ જોતા રસીકરણ જ એકમાત્ર સ્થાયી સમાધાન છે. આ સાથે જ ફાઉચીએ ઘરેલુ અને ગ્લોબલ સ્તરે રસી ઉત્પાદનમાં ઝડપ લાવવાની વકીલાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3.66 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 3,66,161 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,26,62,575 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,86,71,222 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે હજુ પણ 37,45,237 એક્ટિવ કેસ છે. એક દિવસમાં 3754 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 2,46,116 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 17,01,76,603 લોકોનું રસીકરણ થયું છે. 

છેલ્લા 4 દિવસથી આવતા હતા 4 લાખથી વધુ કેસ
છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. આ અગાઉ છેલ્લા 4 દિવસથી સતત 4 લાખથી વધુ કેસ આવતા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ 9 મી મેના રોજ 4.03 લાખ નવા કેસ અને 4092 લોકોના મોત થયા હતા. 8 મેના રોજ 4.01 લાખ નવા કેસ અને 4187 લોકોના મોત થયા હતા. જ્યારે 7મી મેના રોજ 4.14 લાખ નવા કેસ અને 3915 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે અગાઉ 6 મેના રોજ 4.12 લાખ નવા કોરોના કેસ આવ્યા હતા અને 3980 લોકોએ જીવ ગુમાવ્યા હતા. 


Mucormycosis: કોરોનાના દર્દીઓમાં Black Fungus ના કેસ વધી રહ્યા છે, બચાવ માટે ICMR એ બહાર પાડી એડવાઈઝરી


રસીકરણ ખુબ જરૂરી
ફાઉચીએ કહ્યું કે કોરોનાના પ્રસારને રોકવા માટે વધુમાં વધુ લોકોનું રસીકરણ થાય તે ખુબ જરૂરી છે. અમેરિકી રાષ્ટ્રપતિના મુખ્ય ચિકિત્સા સલાહકારે કહ્યું કે દુનિયામાં હાલ ભારત જ રસીનો સૌથી મોટો નિર્માતા દેશ છે. ભારતને દેશમાંથી અને દેશ બહારથી પણ આ માટે સંસાધન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. 


કોરોનાને પછાડવામાં આ આયુર્વેદિક દવા કારગર સાબિત થઈ રહી છે, આજથી અહીં મળશે વિનામૂલ્યે


અન્ય દેશો ભારતની મદદ કરે
ડોક્ટર ફાઉચીએ દુનિયાના અન્ય દેશોને પણ ભારતને રસી ઉત્પાદનમાં મદદ કરવાની અપીલ કરી છે જેથી કરીને દેશમાં રસીકરણની પ્રક્રિયામાં વધુ ઝડપ લાવી શકાય. આ સાથે જ વધુ લોકોનું રસીકરણ થઈ શકે. ફાઉચીએ જેમ બને તેમ જલદી ભારતમાં ચીનને જેમ મેક શિફ્ટ હોસ્પિટલોના નિર્માણની સલાહ આપી છે. 


Mucormycosis: કોરોનાના દર્દીઓમાં Black Fungus ના કેસ વધી રહ્યા છે, બચાવ માટે ICMR એ બહાર પાડી એડવાઈઝરી


ટોપ એક્સપર્ટે કહ્યું કે તમે હોસ્પિટલમાં બેડ્સની કમી વચ્ચે લોકોને રસ્તાઓ પર છોડી શકો નહીં. તેમણે કહ્યું કે ભારતમાં ઓક્સિજનની હાલાત ખરેખર ગંભીર છે. તેનો અર્થ લોકોને ઓક્સિજન ન મળવો ખુબ જ દુ:ખદ છે. આ માટે શું થઈ રહ્યું છે? તેમણે કહ્યું કે પહેલા હોસ્પિટલોમાં બેડની કમી, ઓક્સિજન સપ્લાય સહિત પીપીઈ કિટ અને અન્ય મેડિકલ ઉપકરણોની કમીને પહોંચી વળવું પડશે. 


ફરીથી લોકડાઉન લગાવવાની કરી વકિલાત
કોરોનાના પ્રસારને રોકવા માટે રસીકરણ ઉપરાંત ડો.ફાઉચીએ એકવાર ફરીથી લોકડાઉનની વકિલાત કરી છે. તેમણે કહ્યું કે ત્યાં અનેક રાજ્યો પોતાના ત્યાં પહેલેથી જ પ્રતિબંધો લગાવી ચૂક્યા છે, તેનાથી સંક્રમણની ચેઈન તોડવામાં મદદ મળશે. તેમણે મહિના માટે ન થાય તો કેટલાક અઠવાડિયા માટે ભારતમા દેશવ્યાપી લોકડાઉન લગાવવાની સલાહ આપી છે. 


ફાઉચીએ કહ્યું કે ભારત સરકારે કોરોના સામે લડવા માટે પોતાના તમામ સંસાધનોનો ઉપયોગ કરવો જોઈએ. જો જરૂર પડે તો અસ્થાયી હોસ્પિટલોના નિર્માણ માટે સેનાની પણ મદદ લઈ શકાય છે. 


Corona ના કારણે છાતીમાં દુ:ખાવો અને શ્વાસની સમસ્યા વધી રહી છે, આ લક્ષણો પર ખાસ ધ્યાન આપો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 


કોરોનાને પછાડવામાં આ આયુર્વેદિક દવા કારગર સાબિત થઈ રહી છે, આજથી અહીં મળશે વિનામૂલ્યે


ઉત્તરાખંડમાં લોકડાઉન
આ બાજુ એક પછી એક રાજ્યો લોકડાઉનના રસ્તે આગળ વધી રહ્યા છે. ઉત્તરાખંડમાં 11મેના રોજ સવારે 6 વાગ્યાથી 18મી મે સવારે 6 વાગ્યા સુધી કોવિડ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. આ દરમિયાન શાકભાજીની દુકાનો, ડેરી આઈટમો વગેરે જરૂરિયાની વસ્તુઓ માટે દુકાનો સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. શોપિંગ મોલ્સ, માર્કેટ કોમ્પલેક્ષ, જિમ, થીયેટર, અસેમ્બલી હોલ, બાર, દારૂની દુકાનો વગેરે આગામી આદેશ ન આવે ત્યાં સુધી બંધ રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube