નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 35,551 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 95,34,965 પર પહોંચી ગયો છે. જેમાંથી 4,22,943 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 89,73,373 લોકો સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી 526 લોકોએ જીવ ગુમાવ્યો. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,38,648 પર પહોંચ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખુબ જ સરળતાથી મળતી આ વસ્તુઓ તમને બચાવી શકે છે કોરોના વાયરસથી, ખાસ જાણો


અત્યાર સુધીમાં કુલ 14,35,57,647 ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (IMCR)ના જણાવ્યાં મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 14,35,57,647 ટેસ્ટ હાથ ધરાયા છે. જેમાંથી 11,11,698 ટેસ્ટ ગઈ કાલે એટલે કે 2જી ડિસેમ્બરે કરવામાં આવ્યા હતા. 


શિવસેનાએ મસ્જિદોમાં લાઉડ સ્પીકરો પર પ્રતિબંધની માગણી કરી, કેન્દ્રને કરી આ અપીલ


છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં 325 કેસ નોંધાયા છે. ત્યારબાદ સુરત જિલ્લામાં 252, વડોદરા 176, રાજકોટ 153, મહેસાણા 74, બનાસકાંઠા 44, ખેડા 42, દાહોદ 35, જામનગર 45, કચ્છ 28, પાટણ 28, પંચમહાલ 22, નવસારી 18, અમરેલી 20, સાબરકાંઠા 18, નર્મદા 14, ભાવનગર 18, આણંદ, મહિસાગર, જુનાગઢ અને મહીસાગરમાં 11-11, અરવલ્લીમાં 10, સુરેન્દ્રનગર 5, ગીર સોમનાથમાં 8 કેસ નોંધાયા છે. 


MDH ના માલિક Mahashay Dharampal Gulati નું 97 વર્ષની વયે નિધન 


રાજ્યમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 14 હજાર 813 છે. જેમાં 93 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો અત્યાર સુધી 1,93,938 દર્દીઓ સાજા થયા છે. જ્યારે 4018 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68186 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધી 79,63,653 ટેસ્ટ થયા છે. રાજ્યમાં આજની તારીખે 5,29,704 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઇન છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube