MDH ના માલિક Mahashay Dharampal Gulati નું 97 વર્ષની વયે નિધન
મસાલા કિંગના નામથી મશહૂર MDH ના માલિક મહાશય ધર્મપાલ ગુલાટી (Mahashay Dharampal Gulati) નું 97 વર્ષની વયે ગુરુવારે દિલ્હીમાં નિધન થયું.
Trending Photos
નવી દિલ્હી: મસાલા કિંગના નામથી મશહૂર MDH ના માલિક મહાશય ધર્મપાલ ગુલાટી (Mahashay Dharampal Gulati) નું 97 વર્ષની વયે ગુરુવારે દિલ્હીમાં નિધન થયું. ધર્મપાલ ગુલાટીએ દિલ્હીના માતા ચંદનદેવી હોસ્પિટલમાં 3 ડિસેમ્બરના રોજ સવારે 6 વાગે છેલ્લા શ્વાસ લીધા.
પાકિસ્તાનથી આવ્યા હતા ભારત
મહાશય ધર્મપાલ ગુલાટીનો જન્મ 27 માર્ચ 1923ના રોજ પાકિસ્તાનના સિયાલકોટમાં થયો હતો અને અહીંથી તેમના વ્યવસાયનો પાયો નખાયો હતો. કંપનીની શરૂઆત શહેરમાં એક નાનકડી દુકાનથી થઈ. જેને તેમના પિતાએ ભાગલા પહેલા શરૂ કરી હતી. જો કે 1947માં દેશના ભાગલા પડી જતા તે વખતે તેમનો પરિવાર દિલ્હી આવી ગયો હતો.
પદ્મભૂષણથી છે સન્માનિત
ફૂડ પ્રોસેસિંગના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગત વર્ષે મહાશય ધર્મપાલ ગુલાટી(Dharampal Gulati)ને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે