રાજસ્થાનઃ ટોંકના કોરોના પ્રભાવિત વિસ્તારમાં પોલીસની ટીમ પર હુમલો, 3 જવાન ઈજાગ્રસ્ત
દેશમાં અનેક જગ્યાએ કોરોના વોરિયર્સ પર હુમલાની ઘટનાઓ બની રહી છે. હવે રાજસ્થાનના ટોંકમાં પણ પોલીસ પર હુમલો થયો છે.
ટોંકઃ કોરોના વોરિયર્સ પર હુમલાની ઘટનાઓ રોકાવાનું નામ લઈ રહી નથી. હવે રાજસ્થાનમાં પોલીસ ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે. ટોંકમાં કોરોના પ્રભાવિત અલ્પસંખ્યક વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા ગયેલી પોલીસને લોકોએ ઘેરી લીધી હતી. ત્યારબાદ લાકડી અને તલવારથી હુમલો કરતા ત્રણ પોલીસકર્મીને ઈજા થઈ છે. તેમને ટોંકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પહેલા ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં મેડિકલ ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો તે સમયે થયો હતો, જ્યારે મેડિકલ ટીમ કોરોનાથી મૃત્યુ પામેલા એક વ્યક્તિના પરિવારજનોને ક્વોરેન્ટાઇન કરવા પહોંચી હતી. તે વિસ્તારના લોકોએ મેડિકલ ટીમને ઘેરી લીધી અને પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં ડોક્ટર સહિત ઘણા કર્મીને ઈજા થઈ હતી. પોલીસે આ ઘટનામાં 17 લોકોની ધરપકડ કરી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube