જયપુર: કોરોના વાયરસ (Corona Virus) ના ફરીથી વધતા કેસને જોતા મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય પ્રદેશ જેવા અનેક રાજ્યોમાં કડક પગલાં લેવાયા છે. જ્યાં એક બાજુ મહારાષ્ટ્ર સરકાર દિલ્હી-મુંબઈ વચ્ચે ટ્રેન અને વિમાન સેવા બંધ કરવા પર વિચાર કરી રહી છે ત્યાં ગુજરાત અને મધ્ય પ્રદેશ બાદ હવે રાજસ્થાન (Rajasthan) ના અનેક જિલ્લાઓમાં નાઈટ કરફ્યૂ (Night Curfew) લગાવવાની જાહેરાત કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાનમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેને કાબૂમાં લેવા માટે રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓમાં ફરીથી નાઈટ કરફ્યૂની જાહેરાત કરી છે. હાલ રાજસ્થાનના 8 જિલ્લામાં નાઈટ કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. જેના કારણે રાતે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કારણ વગર બહાર નીકળવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. જ્યારે આ બાજુ રાજધાની જયપુરમાં કલમ 144 લાગુ કરાઈ છે. 


Corona થી ડરો! દિલ્હીના સ્મશાન ઘાટ પર અંતિમ સંસ્કાર માટે વેટિંગ, 15 દિવસમાં આટલા મોત


આ જિલ્લાઓમાં લાગશે નાઈટ કરફ્યૂ
સરકારી આદેશ મુજબ સૌથી વધુ પ્રભાવિત જયપુર, જોધપુર, કોટા, બીકાનેર, ઉદયપુર, અજમેર, અલવર અને ભીલવાડા જિલ્લામાં રાતે 8 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે. આ આઠ જિલ્લાઓમાં બજાર, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ અને અન્ય વાણિજ્ય સંસ્થાનો ફક્ત રાતે 7 વાગ્યા સુધી જ બજાર  ખુલ્લા રાખી શકશે. 


તમારા શરીરમાં આટલા મહિના સુધી રહી શકે છે કોરોના, ડોક્ટરોએ કર્યો ખુલાસો


ઓફિસમાં ફક્ત 75 ટકા કર્મચારીઓને આવવાની મંજૂરી
સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત આઠ જિલ્લાઓમાં કાર્યાલયો તથા સંસ્થાઓમાં જ્યાં 100થી વધુ કર્મચારીઓ કાર્યરત છે ત્યાં કામકાજી દિવસોમાં કર્મચારીઓની હાજરી 75 ટકાથી વધુ નહીં રાખી શકાય. આ સંસ્થાઓ અને કાર્યાલયોમાં સ્ટાફને રોટેશનના આધારે બોલાવી શકાશે જેથી કરીને કોઈ પણ ચાલુ દિવસે 75ટકાથી વધુ કર્મચારી કાર્યાલયમાં ઉપસ્થિત ન થાય. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube