તમારા શરીરમાં આટલા મહિના સુધી રહી શકે છે કોરોના, ડોક્ટરોએ કર્યો ખુલાસો

દુનિયાભરમાં કોરોના (Corona)નો કહેર જોવા મળી રહ્યો છે. યૂરોપના ઘણા દેશોમાં ફરી લોકડાઉન કરવું પડ્યું છે. ભારતમાં સંક્રમિત લોકોની સંખ્યા 90 લાખને પાર કરી ગઈ છે. એવા સમયે એક મોટી જાણકારી સામે આવી છે

Updated By: Nov 21, 2020, 07:04 PM IST
તમારા શરીરમાં આટલા મહિના સુધી રહી શકે છે કોરોના, ડોક્ટરોએ કર્યો ખુલાસો

નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોના (Corona)નો કહેર જોવા મળી રહ્યો છે. યૂરોપના ઘણા દેશોમાં ફરી લોકડાઉન કરવું પડ્યું છે. ભારતમાં સંક્રમિત લોકોની સંખ્યા 90 લાખને પાર કરી ગઈ છે. એવા સમયે એક મોટી જાણકારી સામે આવી છે. 'ધી લાંસેટ માઇક્રોબ' (The Lancet Microbe)માં છપાયેલા એક રિપોર્ટ અનુસાર Covid-19 સંક્રમિત દર્દીના શરીરમાં આ વાયરસના અંશ 83 દિવસ સુધી રહી શકે છે, જ્યારે સમાન્ય રીતે એવું હોતું નથી.

આ પણ વાંચો:- Corona થી ડરો! દિલ્હીના સ્મશાન ઘાટ પર અંતિમ સંસ્કાર માટે વેટિંગ, 15 દિવસમાં આટલા મોત

ત્રણ મહિના સુધી શરીરમાં રહ્યો કોરોના
અત્યાર સુધી થયેલા રિસર્ચ અને સ્ટડી અનુસાર, કોઇપણ કોરોના સંક્રમિત વ્યક્તિમાં વાયરસના લક્ષણ વિકસિત થયા બાદ 9 દિવસ સુધી તેની ઉપસ્થિતિ રહે છે. પરંતુ વિદેશમાં થયેલા એક પરીક્ષણ દરમિયાન શરીરમાં વાયરસની હાજરી લગભગ 3 મહિના સુધી રહી. બ્રિટેન અને ઇટલીના સંશોધનકર્તાઓ દ્વારા કરવામાં આવેલ સંશોધનમાં SARS-CoV-2 પર કેન્દ્રિત કુલ 79 અધ્યયનોનું વિશ્લેષણ કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે, SARS-CoV-2નો વાયરસ છે જે મહામારીનું મૂળ કારણ છે.

આ પણ વાંચો:- Nagrota Encounter: મસૂદ અઝહરનો ભાઈએ આતંકીઓને કર્યા હતા મેસેજ, સેનાના હાથ લાગી ચેટ હિસ્ટ્રી

સંશોધનના સહ લેખક અને ડોક્ટર એન્ટોનિયો હોના અનુસાર સંશોધન હોસ્પિટલમાં દાખલ દર્દી પર થયું. જે દર્દીઓ પર વાયરસનો પ્રભાવ ઓછો હતો તેમના પર આ સંશોધનના પરિણામોને લાગુ કરી શકાતા નથી. જો કે, પરિણામનું આકલન કર્યા બાદ જરૂરથી કહી શકાય છે કે, જે શરીર પર વાયરસનો પ્રભાવ ઓછો હોય છે તેમના શરીરથી વાયરસ ઝડપથી બહાર નીકળી શકે છે.

આ પણ વાંચો:- Donald Trumpના પરિવાર પર કોરોનાનો કહેર, હવે આ પણ થયા સંક્રમિત

ધી લાંસેટ માઇક્રોબ (The Lancet Microbe)ના રિપોર્ટ અનુસાર કોરોના સંક્રમિત વ્યક્તિ માટે શરૂઆતના 5 દિવસ ખુબજ મહત્વના હોય છે. તેથી જેટલું બને એટલું જલ્દી તેમને આઇસોલેટ કરી દેવા જોઇએ. સંશોધનના પ્રમુખ લેખક, ડોક્ટર મુગે સેવિકના અનુસાર એકવાર સંક્રમિત થયાલા વ્યક્તિ ફરી આરટી-PCR ટેસ્ટિંગ કરાવવાની જરૂરીયાત નથી હોતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube