કિટમાં ખામી, રાજસ્થાન સરકારે રોક્યા કોરોનાના એન્ટીબોડી રેપિટ ટેસ્ટ
રાજસ્થાનમાં રેપિડ ટેસ્ટ કિટની વિશ્વસનીયતાને લઈને મોટો સવાલ ઊભો થઈ ગયો છે. સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કોરોનાના 100 દર્દીઓના આ કિટ દ્વારા ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાંથી 5 પોઝિટિવ જાણવા મળ્યા છે.
જયપુરઃ રાજસ્થાને કોરોના વાયરસનો એન્ટીબોડી રેપિડ ટેસ્ટ રોકી દીધો છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રઘુ શર્માએ કહ્યું કે, તે ખોટા પરિણામ આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, અમારા તરફથી પ્રક્રિયામાં કોઈ ચુક થઈ નથી. આ કિટ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) દ્વારા મોકલવામાં આવી હતી અને અમે તેની સૂચના આઈસીએમઆરને આપી દીધી છે.
હકીકતમાં, રાજસ્થાનમાં રેપિડ ટેસ્ટ કિટની વિશ્વસનીયતાને લઈને મોટો સવાલ ઊભો થઈ ગયો છે. સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કોરોનાના 100 દર્દીઓના આ કિટ દ્વારા ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાંથી 5 પોઝિટિવ જાણવા મળ્યા છે. એટલે કે રેપિડ ટેસ્ટ કિટ તપાસમાં ફેલ સાબિત થઈ છે. આ માત્ર 5 ટકા સફળતા મેળવી શકી છે.
ભારતમાં કઈ રીતે વધ્યા-ઘટ્યા કોરોનાના મામલા, જુઓ 1 માર્ચથી 21 એપ્રિલ સુધીના આંકડા
રેપિડ ટેસ્ટ કિટ ફેલ થવા પર ડોક્ટરોએ કહ્યું હતું કે કિટના બીજા લોટનો પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. તે માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે પ્રથમ લોટમાં કોઈ સમસ્યા તો નથી ને. જો આમ થયું તો સરકાર રેપિડ ટેસ્ટ કિટને પરત મોકલશે. આ કિટ દ્વારા કોરોના તપાસ પર માત્ર 600 રૂપિયાનો ખર્ચ આવે છે.
એન્ટીબોડી રેપિડ કિટથી ટેસ્ટિંગની શરૂઆત કરનાર રાજસ્થાન પ્રથમ રાજ્ય છે. રાજસ્થાનમાં કાલ એટલે કે સોમવારે ત્રીજા દિવસે રેપિડ કિટ દ્વારા 2000 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાં એક પરિવારના પાંચ સભ્યો પોઝિટિવ મળ્યા હતા. હવે કિટની વિશ્વસનીયતા પર ઉઠી રહેલા સવાલ વચ્ચે રાજસ્થાન સરકારની સામે સંકટ ઊભુ થયું છે.
પ્રયાગરાજઃ 19 જમાતી અને યુનિવર્સિટીના પ્રોફેસર સહિત 30 લોકોની ધરપકડ
આ વચ્ચે રાજસ્થાનમાં કોરોનાના નવા 52 મામલા સામે આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી મંગળવારે સવારે જારી આંકડા પ્રમાણે ભીલવાડામાં 4, ટોંકમાં 2, સવાઈમાધોપુરમાં 1, દૌસામાં 2, નાગૌરમાં એક, ઝુંઝુનુમાં 1, જયપુરમાં 34, જોધપુરમાં 5 અને જૈસલમેરમાં 2 મામલા સામે આવ્યા છે. રાજ્યમાં કુલ કન્ફર્મ કેસોની સંખ્યા 1628 થઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર