ભારતમાં કઈ રીતે વધ્યા-ઘટ્યા કોરોનાના મામલા, જુઓ 1 માર્ચથી 21 એપ્રિલ સુધીના આંકડા

Coronavirus Cases in India : ભારતમાં છેલ્લા ત્રણ દિવસથી રોજ 1200થી વધુ કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. દરરોજ કઈ રીતે વધી રહ્યાં છે મામલા, જુઓ આંકડાનું લિસ્ટ.
 

ભારતમાં કઈ રીતે વધ્યા-ઘટ્યા કોરોનાના મામલા, જુઓ 1 માર્ચથી 21 એપ્રિલ સુધીના આંકડા

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના મામલા ઘટવાનું નામ લઈ રહ્યાં નથી. સોમવારે સતત ત્રીજા દિવસે 1200થી વધુ નવા કેસ સામે આવ્યા હતા. સોમવારે 1267 નવા કેસની સાથે કુલ મામલાની સંખ્યા 18589 થઈ ગઈ છે. પરંતુ રવિવારે 10.3 ટકાના વધારા કરતા સોમવારે 7.3 ટકા મામલા વધ્યા હતા. દેશમાં અત્યાર સુધી કોરોનાથી 595 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. છેલ્લા કેટલાક દિવસોનીજેમ સોમવારે પણ સૌથી વધુ નવા મામલા મહારાષ્ટ્રથી આવ્યા જ્યાં 466 નવા પોઝિટિવ કેસ મળ્યા હતા. ત્યારબાદ ગુજરાત (196 કેસ), રાજસ્થાન (98) અને ઉત્તર પ્રદેશ (95)નો નંબર આવે છે. 

મહારાષ્ટ્ર અને દિલ્હી સૌથી વધુ પ્રભાવિત
હાલના દિવસોમાં ગુજરાતથી વધુ મામલા સામે આવ્યા છે. પરંતુ દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યમાં મહારાષ્ટ્ર છે, જ્યાં કુલ 4666 કન્ફર્મ કેસ છે. માત્ર મુંબઈમાં 3000 કતરા વધુ લોકો પોઝિટિવ થયા છે. મુંબઈમાં પ્રથમ 1000 કેસ સુધી પહોંચતા મહિનો લાગ્યો હતો, જ્યારે 2000નો આંકડો માત્ર 6 દિવસમાં પાર થઈ ગયો હતો. ચાર દિવસની અંદર કેસની સંખ્યા 3000 થઈ ગઈ છે. દિલ્હી બીજા સ્થાન પર છે જ્યાં 2081 મામલા સામે આવ્યા છે. 

ભારતમાં આ રીતે વધ્યા કોરોનાના કેસ

1 માર્ચ સુધી 3
2 માર્ચ 6
5 માર્ચ 29
6 માર્ચ 30
7 માર્ચ 31
8 માર્ચ 34
9 માર્ચ 39
10 માર્ચ 45
12 માર્ચ 60
13 માર્ચ 76
14 માર્ચ 81
15 માર્ચ 98
16 માર્ચ 107
17 માર્ચ 114
18 માર્ચ 151
19 માર્ચ 173
20 માર્ચ 236
21 માર્ચ 315
22 માર્ચ 396
23 માર્ચ 480
24 માર્ચ 519
25 માર્ચ 606
26 માર્ચ 694
27 માર્ચ 854
28 માર્ચ 918
29 માર્ચ 1024
30 માર્ચ 1215
31 માર્ચ 1397
1 એપ્રિલ 1834
2 એપ્રિલ 2069
3 એપ્રિલ 2547
4 એપ્રિલ 3072
5 એપ્રિલ 3577
6 એપ્રિલ 4250
7 એપ્રિલ 4789
8 એપ્રિલ 5,274
9 એપ્રિલ 5,865
10 એપ્રિલ 6,761
11 એપ્રિલ 7,529
12 એપ્રિલ 8,447
13 એપ્રિલ 9,352
14 એપ્રિલ 10,815
15 એપ્રિલ 11,933
16 એપ્રિલ 12,759
17 એપ્રિલ 13,835
18 એપ્રિલ 14,792
19 એપ્રિલ 16,116
20 એપ્રિલ 17,656
21 એપ્રિલ 18.589*

ભારતમાં કોરોનાઃ અત્યાર સુધી 18601 કેસ આવ્યા સામે, 590 લોકોના મૃત્યુ, જાણો રાજ્યવાર સ્થિતિ

મહારાષ્ટ્રમાં સૌથી વધુ મોત
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી 232 લોકોના મોત થઈ ચુક્યા છે. આ દેશના કોઈ રાજ્યમાં સૌથી મોટો આંકડો છે. સોમવારે ગુજકરાતમાં 196 નવા કેસ આવ્યા જેમાંથી અમદાવાદના 147 મામલા સામેલ છે. ઉત્તર પ્રદેશમાં દર્દીઓની સંખ્યા 1258 થઈ ગઈ છે. તેમાંથી 814નું તબલિગી જમાતનું કનેક્શન છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news