મુંબઈ: 'ગો કોરોના ગો' વાળો નારો આપનારા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે પોતે જ કોરોનાની એકદમ નજીક પહોંચી ગયા છે. મહારાષ્ટ્રમાં વીઆઈપી બંગલાઓ પર તૈનાત મુંબઈ પોલીસના જવાન કોરોનાના ભરડામાં આવી રહ્યાં છે. મુંબઈમાં કેન્દ્રીય સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી રામદાસ આઠવલેના બંગલા પર તૈનાત એક કોન્સ્ટેબલ બુધવારે કોરોના પોઝિટિવ નીકળ્યો. રાજ્યમંત્રી આઠવલે બાન્દ્રા ઈસ્ટમાં રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Coronavirus: આ 5 શહેરોએ વધારી મોદી સરકારની ચિંતા, જાણો શાં માટે?


પાર્ટી પદાધિકારીએ જણાવ્યું કે સુરક્ષાગાર્ડના સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે. તે રાજ્ય સંચાલિત હોસ્પિટલમાં દાખલ છે. જ્યાં તેની સારવાર ચાલુ છે. ગાર્ડમાં કોવિડ 19ના લક્ષણો મળ્યા બાદ તેને તપાસ માટે હોસ્પિટલ મોકલી દેવાયો હતો. પાર્ટી પદાધિકારીએ જણાવ્યું કે જ્યારે અમે કાલે તેના સ્વાસ્થ્ય અંગે જાણકારી લીધી તો ખબર પડી કે તે સ્વસ્થ થઈ રહ્યો છે. 


કોરોનાને હરાવ્યા બાદ કેવી હશે દુનિયા? PM મોદીએ AEIOUના આધારે જણાવ્યું


કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ મુંબઈમાં ચીની મહાવાણિજ્ય દૂત તાંગ ગુઓકાઈ અને બૌદ્ધ ભિક્ષુઓ સાથે 'ગો કોરોના'નો નારો લગાવ્યો હતો. ગેટવે ઓફ ઈન્ડિયા પર થયેલી એક કેન્ડલ માર્ચમાં તેઓ સામેલ થવા ગયા હતાં. આઠવલે મુંબઈમાં કોરોનાને લઈને લોકોને જાગરૂક કરવા માટે એક કેન્ડલ માર્ચમાં ભાગ લેવા પહોંચ્યા હતાં. આ દરમિયાન તેમણે મીડિયાના કેમેરાઓ સામે 'ગો કોરોના ગો કોરોના' નારો લગાવ્યો હતો. આઠવલેનો આ વીડિયો જ્યારે સોશિયલ સાઈટ્સ પર અપલોડ થયો તો લોકોએ તેને લઈને તેમને ટ્રોલ કરવાનું પણ શરૂ કરી દીધુ હતું અને તેઓ ચર્ચામાં આવ્યાં હતાં. આઠવલે અગાઉ પણ પોતાની કવિતાઓને લઈને ચર્ચામાં રહ્યાં છે. 


મહારાષ્ટ્રમાં આવાસ મંત્રી જિતેન્દ્ર આવ્હાડના કેટલાક સુરક્ષા ગાર્ડ્સમાં પણ કોરોનાવાઈરસની પુષ્ટિ થઈ છે અને ત્યારબાદ તેમણે પોતાને અલગ કરી લીધા છે. મંગળવારે સુરક્ષા કારણોસર થાણે શહેરની ખાનગી હોસ્પિટલમાં તેઓ દાખલ થયા. જિતેન્દ્ર આવ્હાડની સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube