Weekend Curfew in Delhi: CM કેજરીવાલની જાહેરાત, કોરોનાને કાબૂમાં લેવા દિલ્હીમાં લાગશે વીકેન્ડ લોકડાઉન
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફરન્સમાં આ નવા પ્રતિબંધોની જાહેરાત કરી. અત્રે જણાવવાનું કે દિલ્હીમાં બુધવારે રેકોર્ડબ્રેક 17 હજારથી વધુ નવા કોરોના દર્દીઓ નોંધાયા છે.
નવી દિલ્હી: રાજધાની દિલ્હી (Delhi) માં કોરોના (Coronavirus) ના વધતા સંક્રમણને રોકવા માટે આજે મહત્વની જાહેરાત કરાઈ. દિલ્હીમાં વિકેન્ડ કર્ફ્યૂ (Weekend Curfew) ની જાહેરાત કરવામાં આવી છે. આ વિકેન્ડ કર્ફ્યૂ શુક્રવારે રાતે 10 વાગ્યાથી શરૂ થશે અને સોમવારે સવારે 6 વાગ્યા સુધી રહેશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફરન્સમાં આ નવા પ્રતિબંધોની જાહેરાત કરી. અત્રે જણાવવાનું કે દિલ્હીમાં બુધવારે રેકોર્ડબ્રેક 17 હજારથી વધુ નવા કોરોના દર્દીઓ નોંધાયા છે. મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ અનિલ બૈજલ વચ્ચે આજે બેઠક થઈ અને કોરોના મામલે મહત્વના નિર્ણય લેવાયા.
દિલ્હીમાં લાગશે વિકેન્ડ કર્ફ્યૂ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે દેશની રાજધાનીમાં વિકેન્ડ કરફ્યૂ (Weekend Curfew) લગાવવામાં આવશે. તેમણે કહ્યું કે દિલ્હી સરકારે દિલ્હીમાં વિકેન્ડ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય લીધો છે. અમે જરૂરી સેવાઓ સંબંધિત લોકો અને લગ્નો માટે કર્ફ્યૂ પાસ આપીશું. મોલ, જિમ, સ્પા, ઓડિટોરિયમને બંધ કરવાના નિર્દેશ અપાયા છે. સિનેમા હોલ 30 ટકા ક્ષમતા સાથે ચાલી શકે છે.
Corona ના નવા બે લક્ષણ સામે આવ્યા, જરાય નજરઅંદાજ ન કરતા
Corona Update: કોરોનાનો અત્યાર સુધીમાં સૌથી મોટો એટેક, એક જ દિવસમાં 2 લાખથી વધુ કેસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube