WB Election 2021: ચૂંટણી રેલીઓમાં કોરોનાના નિયમોના નિયમોની ઐસી કી તૈસી, EC એ તાબડતોબ બોલાવી સર્વપક્ષીય બેઠક
પશ્ચિમ બંગાળ (West Bengal assembly election) માં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી વચ્ચે કોરોના વાયરસનો પ્રકોપ પણ સતત વધી રહ્યો છે. જેને જોતા ચૂંટણી (Election Commission) પંચે વિધાનસભા ચૂંટણી પ્રચાર અંગે ચર્ચા કરવા માટે શુક્રવારે એક સર્વપક્ષીય બેઠક બોલાવી છે.
Trending Photos
કોલકાતા: પશ્ચિમ બંગાળ (West Bengal assembly election) માં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી વચ્ચે કોરોના વાયરસનો પ્રકોપ પણ સતત વધી રહ્યો છે. જેને જોતા ચૂંટણી (Election Commission) પંચે વિધાનસભા ચૂંટણી પ્રચાર અંગે ચર્ચા કરવા માટે શુક્રવારે (16 એપ્રિલ) એક સર્વપક્ષીય બેઠક બોલાવી છે. પશ્ચિમ બંગાળમાં એડિશનલ મુખ્ય ચૂંટણી અધિકારી સંજય બસુએ જણાવ્યું કે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે ચૂંટણી પ્રચાર અંગે આ બેઠક બોલાવી છે.
સર્વપક્ષીય બેઠકમાં આ મુદ્દાઓ પર થશે ચર્ચા
પશ્ચિમ બંગાળમાં બુધવારે એક દિવસમાં કોરોના (Corona Virus) ના સૌથી વધુ કેસ સામે આવ્યા બાદ સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે. બેઠકમાં ચર્ચા થશે કે કોરોના વાયરસના વધતા કેસને જોતા પ્રચાર કેવી રીતે કરી શકાય અને સંક્રમણથી કેવી રીતે બચી શકાય. બેઠકમાં વર્ચ્યુઅલ ચૂંટણી પ્રચાર અંગે પણ ચર્ચા થઈ શકે છે. જો કે હજુ સુધી આ અંગે ચૂંટણી પંચ તરફથી અધિકૃત રીતે કશું કહેવાયું નથી.
રેલીઓમાં કોરોના નિયમના લીરેલીરા ઉડી રહ્યા છે
ચૂંટણીની રેલીઓમાં કોરોનાના નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે. જેને જોતા કલકત્તા હાઈકોર્ટે મંગળવારે નિર્દેશ આપ્યો હતો કે કોરોનાના વધતા કેસને જતા વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે રાજકીય પક્ષના પ્રચાર મામલે સ્વાસ્થ્ય સંબંધિત તમામ નિર્દેશોનું કડકાઈથી પાલન કરવામાં આવે.
બંગાળમાં રેકોર્ડ બ્રેક કેસ
પશ્ચિમ બંગાળમાં બુધવારે કોવિડ-19ના કેસમાં સૌથી વધુ વધારો નોંધાયો. રાજ્યમાં કોરોનાના નવા 5892 કેસ નોંધાયા. જ્યારે એક જ દિવસમાં કોરોનાથી 24 લોકોના મોત થયા. જેમાં સૌથી વધુ કોલકાતા અને ઉત્તરી 24 પરગણામાં થયા. જ્યાં 7-7 દર્દીઓ મોતને ભેટ્યા. જ્યારે પશ્ચિમ બર્ધમાનમાં 4 લોકોના મોત થયા.
17 એપ્રિલે થશે પાંચમા તબક્કાનું મતદાન
પશ્ચિમ બંગાળમાં 294 વિધાનસભા બેઠકો પર 8 તબક્કામાં મતદાન થવાનું છે. જેમાંથી ચાર તબક્કા પૂરા થઈ ચૂક્યા છે. રાજ્યમાં 27 માર્ચના રોજ પહેલા તબક્કામાં 30 બેઠકો, એક એપ્રિલના રોજ બીજા તબક્કામાં 30 બેઠકો, 6 એપ્રિલના રોજ ત્રીજા તબક્કામાં 31 બેઠકો અને 10 એપ્રિલના રોજ ચોથા તબક્કામાં 44 બેઠકો પર મતદાન થયું. પાંચમા તબક્કામાં 17 એપ્રિલના રોજ 45 બેઠકો માટે છઠ્ઠા તબક્કામાં 22 એપ્રિલના રોજ 43 બેઠકો માટે અને સાતમા તબક્કામાં 26 એપ્રિલના રોજ 36 બેઠકો માટે તથા આઠમાં તબક્કાનું મતદાન થવાનું છે. જ્યારે ચૂંટણી પરિણામ 2જી મેના રોજ આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે