Corona Update: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના આટલા નોંધાયા કેસ, જાણો શું છે સ્થિતિ
કોરોના મહામારી અટકવાનું નામ જ નથી લેતી જાણે.
નવી દિલ્હી: કોરોના મહામારી અટકવાનું નામ જ નથી લેતી જાણે...પ્રશાસનની તમામ કોશિશો છતાં 24 કલાકમાં પાછા 34 હજારથી વધુ કેસ નોંધાયા છે. તથા એક દિવસમાં 375 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે.
એક દિવસમાં 34,457 નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 34,457 નવા કેસ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના કેસની સંખ્યા 3,23,93,286 પર પહોંચી ગઈ છે. જેમાંથી 3,61,340 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. આ સંખ્યા છેલ્લા 151 દિવસમાં સૌથી ઓછી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube