Corona Update: પ્રતિબંધોની અસર? કોરોનાના નવા કેસમાં ઘટાડો થયો પણ મહારાષ્ટ્રમાં લોકડાઉનના ભણકારા
દેશમાં કોરોના (Corona Virus) ના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. જો કે આજે જાહેર થયેલા આંકડા મુજબ નવા કેસમાં થોડો ઘટાડો નોંધાયો છે. પરંતુ આમ છતાં મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં કોરોનાનો પ્રકોપ ચિંતાજનક સ્તરે જોવા મળી રહ્યો છે.
નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona Virus) ના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. જો કે આજે જાહેર થયેલા આંકડા મુજબ નવા કેસમાં થોડો ઘટાડો નોંધાયો છે. પરંતુ આમ છતાં મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં કોરોનાનો પ્રકોપ ચિંતાજનક સ્તરે જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં તો હવે લોકડાઉનની વિચારણા થઈ રહી છે. જો કે ભાજપ અને એનસીપીએ તેનો વિરોધ કર્યો છે. ગઈ કાલે જાહેર થયેલા આંકડા મુજબ 24 કલાકમાં દેશભરમાં કોરોનાના 68 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા.
દેશમાં કોરોનાના 56 હજારથી વધુ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Corona Virus) ના નવા 56,211 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,20,95,855 પર પહોંચ્યો છે. જ્યારે 1,13,93,021 લોકો અત્યાર સુધીમાં રિકવર થયા છે. જો કે 5,40,720 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. કોરોનાથી એક જ દિવસમાં 271 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,62,114 પર પહોંચ્યો છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 6,11,13,354 લોકોને રસી આપવામાં આવી છે.
Covid-19: Mask નો વારંવાર ધોઈને ઉપયોગ કરતા હોવ તો સાવધાન... માસ્ક વિશે આ માહિતી ખાસ જાણો
Covid-19: આખરે કેવી રીતે ફેલાયો આ કોરોના વાયરસ? WHO ના લીક થયેલા તપાસ રિપોર્ટથી 'ખુલાસો'
Covid 19: રસીનો બીજો ડોઝ લીધા પછી પણ અનેક લોકોને થયો કોરોના, સ્વાસ્થ્ય વિભાગ તાબડતોબ કરશે આ કામ
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube