Covid-19: Mask નો વારંવાર ધોઈને ઉપયોગ કરતા હોવ તો સાવધાન... માસ્ક વિશે આ માહિતી ખાસ જાણો
કોરોના મહામારી દરમિયાન પોતાને સૌથી સુરક્ષિત રાખવાના સારામાં સારા ઉપાયમાંનો એક ઉપાય છે માસ્ક કે ફેસ કવર. પણ જો માસ્ક વિશે આ માહિતી ખબર નહીં હોય તો પસ્તાવાનો વારો આવશે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન પોતાને સૌથી સુરક્ષિત રાખવાના સારામાં સારા ઉપાયમાંનો એક ઉપાય છે માસ્ક કે ફેસ કવર. એક સારી ક્વોલિટીનો માસ્ક 70 ટકા સુધી સંક્રમણ રોકી શકે તેવી શક્યતા રહેલી છે અને અન્ય સંબંધિત બીમારીઓને પેદા કરતા કિટાણુને ફેલાતા પણ રોકી શકે છે.
સર્જિકલ માસ્ક ખુબ કારગર હોય છે. જો કે મોટાભાગના લોકો કપડાથી બનેલા રિયૂઝેબલ માસ્કનો ઉપયોગ કરતા હોય છે. કપડાથી બનેલા રિયૂઝેબલ માસ્ક આર્થિક રીતે અને પર્યાવરણની અનુકૂળતા જોઈએ તો એક સારો વિકલ્પ પણ બની ચૂક્યા છે.
રિયૂઝેબલ માસ્ક તમને કેટલું પ્રોટેક્શન આપી શકે?
શું કોવિડ-19થી બચવા માટે એક જ માસ્કનો વારંવાર ઉપયોગ કરવો તમારા માટે સારો વિકલ્પ છે ખરો? જો એક નવા સ્ટડી પર ધ્યાન આપીએ તો મહામારી દરમિયાન માસ્કનો ઉપયોગ ન કરવાની સરખામણીમાં એક જ માસ્કનો વારંવાર ઉપયોગ કરવો જોખમભર્યું બની શકે છે. આવો જાણીએ શાં માટે?
શું કહે છે આ સ્ટડી?
રિસર્ચર્સ મુજબ સર્જિકલ માસ્કનો વારંવાર ઉપયોગ મહામારીથી રક્ષણ કરવામાં નિષ્ફળ નીવડવાનું સૌથી મોટું કારણ છે તેનું ફેબ્રિક અને બનાવટ. વારંવાર ઉપયોગ કરવાથી અને એક્સપોઝરથી માસ્ક પોતાનો યોગ્ય શેપ ગુમાવી દે છે. માસ્ક બનાવવામાં ઉપયોગમાં લેવાતું ફેબ્રિક, જેને એક પ્રકારની એબ્ઝોર્બર લેયર બનાવતા તૈયાર કરાયા હોય છે, સમયાંતરે ઓછો અસરદાર થઈ જાય છે.
વૈજ્ઞાનિકોએ પોતાના અભ્યાસમાં એક કમ્પ્યુટર મોડલનો ઉપયોગ કર્યા બાદ એવા પરિણામ પર પહોંચ્યા કે સર્જિકલ માસ્કનો ઉપયોગ કરનારી વ્યક્તિ, કેટલી સારી રીતે વાયરસથી પ્રોટેક્ટેડ રહી શકે છે. એવું જોવા મળ્યું કે માસ્કનું ફેબ્રિક મોઢા અને નાકના કાણામાંથી હવાના પ્રવેશ કરવાની રીતને અસર કરે છે અને તદઉપરાંત માસ્કનો પ્રકાર અને સ્થિતિ સંક્રમણના જોખમને પણ પ્રભાવિત કરે છે.
નવા અને ફ્રેશ માસ્ક સૌથી વધુ સુરક્ષા આપે છે. જ્યારે પહેલેથી ઉપયોગ કરવામાં આવતા માસ્ક ફક્ત 60 ટકાથી પણ ઓછું વાયરસ અને અન્ય અશુદ્ધિઓને ફિલ્ટર કરી શકે છે.
જોઈ પરખીને ખરીદો માસ્કનું ફેબ્રિક
રિયૂઝેબલ કે સર્જિકલ માસ્કની પસંદગી કરતા પહેલા તે જે ફેબ્રિકમાંથી બનાવવામાં આવે છે તેને બરાબર કસોટીની એરણે પરખો. લાંબા સમય સુધી ઉપયોગમાં લેવાતા હોવાના કારણે માસ્ક વારંવાર ધોવાય છે. સસ્તા ક્વોલિટીના માસ્કનું ફેબ્રિક વારંવાર ઉપયોગ કરવા પર સ્વભાવિક રીતે ઓછો પ્રભાવી થતો જશે.
એ જ રીતે જો તમે ટ્રેન્ડી અને ફેશનેબલ માસ્કનો ઉપયોગ કરતા હોવ તો તેના ફેબ્રિકને પણ જોઈને પરખીને જ ખરીદો. ડોક્ટરોના જણાવ્યાં મુજબ જો કે આ પ્રકારના માસ્કમાં ભરપૂર થ્રેડવર્ક, સિક્વિન્સ (સજાવટ માટે કપડા પર લેવાયેલા ટાંકા) ના કારણે તે ફેશનેબલ દેખાય છે. પરંતુ ેતમાં ઉપયોગમાં લેવાતા લો ક્વોલિટીના ફેબ્રિક ઘણીવાર માસ્કની ક્વોલિટી પર અસર કરે છે.
યાદ રાખો કે એક સારી ક્વોલિટીનો માસ્ક જ પહેરવો જોઈએ. એવો માસ્ક જે મોઢું ઢાંકતો હોય, સંપૂર્ણ સુરક્ષિત હોય, જેમાં કિટાણુઓના પ્રવેશ માટે કોઈ કાણું ન હોય અને તે તમારા મોઢા અને નાકને સંપૂર્ણ રીતે ઢાંકતો હોય.
રિયૂઝેબલ માસ્કની પણ એક્સપાયરી ડેટ
ડિસ્પોઝેબલ માસ્કનો ઉપયોગ ક્યારેય લાંબા સમય સુધી કરવો જોઈએ નહીં. કારણ કે આ માસ્કની પણ એક્સપાયરી ડેટ હોય છે. તેને બદલવાની જરૂર છે કે પછી નવો માસ્ક ખરીદતા જ તેને ફેંકી દેવો જોઈએ... આ બધુ અનેક વાતો પર નિર્ભર કરે છે. જેમ કે કેટલીવાર ધોયો, તેનો કેટલીવાર ઉપયોગ થયો અને સૌથી મહત્વપૂર્ણ વાત તમે કોવિડ 19 સંક્રમણના સંપર્કમાં કઈ હદે આવો છો.
જે લોકો હંમેશા મુસાફરી કરતા હોય, નિયમિત રીતે લોકોને મળતા હોય, કે મેડિકલ કમ્યુનિટીમાં સામેલ થાય તેમણે માસ્કને વારંવાર બદલવાની જરૂર રહે છે.
રિયૂઝેબલ માસ્ક ક્યારે બદલવો જોઈએ?
પોતાની સાથે હંમેશા કેટલાક એક્સ્ટ્રા માસ્ક રાખવા એ સુરક્ષિત રાખવાની એક સારી રીત છે. નીચે ગણાવવામાં આવેલા સંકેતોથી તમને એ જાણવામાં મદદ મળશે કે રિયૂઝેબલ માસ્કને ચેન્જ ક્યારે કરવા અને ક્યારે તેની જગ્યાએ એક નવો માસ્ક ખરીદી લેવો જોઈએ.
- માસ્ક પહેરવા દરમિયાન જો તમે તમારા ચહેરા અને નાકને ઢાંકવા માટે વારંવાર એડજસ્ટ કરવો પડતો હોય. એક સ્ૂગલી ફિટેડ માસ્ક સૌથી વધુ સારો હોય છે. જેમાં પહેરવા દરમિયાન કોઈ ગેપ રહેતો નથી અનો થોડાક જ એડજસ્ટમેન્ટની જરૂર રહે છે. એક યોગ્ય અને આરામથી ફિટ થનારા માસ્કમાં કોઈ ગેપ રહેવો જોઈએ નહીં, કે ન તો એડજસ્ટ કરવાની જરૂર પડવી જોઈએ.
- તમારા માસ્કના બેન્ડ અને ઈલાસ્ટિકની તપાસ કરો. જો બેન્ડ વારંવાર ઢીલો થતો હોય કે વારંવાર પડી જતો હોય તો તે જણાવે છે કે હવે આ માસ્ક તમને ફિટ આવતો નથી. તેનાથી એક વાત એ ખબર પડે છે કે માસ્કની ક્વોલિટી ખરાબ થવા લાગી છે.
- જો માસ્કનું ફેબ્રિક વારંવાર ધોયા બાદ જરજરિત, હલકું કે પાતળું થવા લાગે.
- જો તમને તમારા માસ્કમાં કોઈ પણ પ્રકારનું કાણું જોવા મળે કે ફાટેલું જણાય તો તે તમારા માટે સૌથી મોટી ચેતવણી છે કે તમે સમસ્યાનો ભોગ બની શકો છો. તરત જ એ માસ્ક ફેકી દો.
જો તમે સુરક્ષિત રહેવા માંગતા હોવ અને તમને એવું લાગતું હોય કે તમારો માસ્ક તમને કોઈ પણ પ્રકારે અસહજ મહેસૂસ કરાવે છે તો તેને હટાવીને નવો માસ્ક લેવાનો સમય આવી ગયો છે. તે ખાસ જાણો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે