નવી દિલ્હી: કોરોના વેક્સીન (Corona Vaccine)ના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી મળ્યા બાદ વેક્સીનના ડ્રાય રન (Dry Run) શરૂ કરવામાં આવશે. દેશભરમાં થનાર આ ડ્રાય રનના આધારે જ વાસ્તવિક રસીકરણ અભિયાનને અંજામા આપવામાં આવશે. ડ્રાય રન દરમિયાન કોઇ વેક્સીનનો ઉપયોગ નહી થાય. તેના દ્વારા ફક્ત આ ટેસ્ટ કરવામાં આવશે કે સરકારે વેક્સીનેશનનો જે પ્લાન બનાવ્યો છે, તે કેટલો કારગર છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન (Harsh Vardhan) પોતે સવારે 9 વાગે દિલ્હીના જીટીબી હોસ્પિટલમાં ડ્રાય રનનું નિરિક્ષણ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાર રાજ્યોમાં મળ્યા સારા પરિણામ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન (Harsh Vardhan)એ જણાવ્યું કે દેશમાં ડ્રાય રનને લઇને સ્વાસ્થ્ય કર્મીઓને ટ્રેનિંગ આપવામાં આવી ચૂકી છે. સ્વાસ્થ્ય મંત્રાલયએ એક વિશેષ ટીમની પણ રચના કરવામાં આપી છે, જે પ્રક્રિયા પર ઝિણવટપૂર્વક નજર રાખવામાં આવશે. 

ભારતમાં સતત ઘટ્યું કોરોનાનું સંક્રમણ, 179 દિવસ બાદ સક્રિય કેસની સંખ્યા માત્ર આટલી


ફક્ત Data લેવામાં આવશે
તમામ રાજ્યોમાં થનાર ડ્રાય રન 20 ડિસેમ્બર 2020ને સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી ઓપરેશનલ ગાઇડલાઇન અનુસાર હશે. ડ્રાય રન તે પ્રકારે હશે, જે પ્રકારે વેક્સીન આવતાં રસીકરણ વિશે પ્લાન કરવામાં આવ્યા છે અથવા જેવી વેક્સીન લગાવવામાં આવશે. આ ડ્રાય રનમાં વેક્સીન આપવામાં નહી આવે, ફક્ત લોકોના ડેટા લેવામાં આવશે અને તેને coWin એપ પર અપલોડ કરવામાં આવશે. 


ફક્ત સ્વાસ્થકર્મી થશે સામેલ
દિલ્હીની માફ્ક દેશના અલગ-અલગ શેરોમાં પણ વેક્સીન સેન્ટર છે. જ્યાં આજથી ડ્રાય રન શરૂ કરવામાં આવશે. ડ્રાય રનમાં ફક્ત સ્વાસ્થ્યકર્મી જ સામેલ થઇ શકશે. કારણ કે સરકાર તરફથી નક્કી નિયમ અનુસાર વેક્સીન સૌથી પહેલાં Health Care Staff અને Frontline Workers ને લગાવવામાં આવશે. ત્યારબાદ 50 વર્ષથી વધુ ઉંમરના લોકોનો વારો આવશે અને અંતમાં 50 વર્ષથી ઓછી ઉંમરના તે લોકોને વેક્સીન લગાવવામાં આવશે, જેમને ગંભીર બિમારીઓ છે. 


ડ્રાઇ રનની જરૂરી કેમ?
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનના અનુસાર વેક્સીનેશનના ડ્રાય રન દ્વારા દેશ વેક્સીન લગાવવાની તૈયારીને તપાસમાં આવશે. એટલે કે વેક્સીનને મંજૂરી મળ્યા બાદ દેશમાં કોરોના વિરૂદ્ધ વેક્સીનેશનનો કાર્યક્રમ ખૂબ ઝડપથી ચલાવવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube