નવી દિલ્હી: દેશના હેલ્થકેર વર્કર્સ (Healthcare Workers) પર કરવામાં આવેલા એક સ્ટડી (Study) માં કોરોના સંક્રમણ (Coronavirus) ના શિકાર થયા બાદ દર્દીઓની સ્થિતિને લઇને ઘણા મહત્વપૂર્ણ સામે આવી છે. આ સ્ટડી દ્રારા જાણવા મળ્યું છે કે કોરોનાના રસીના લીધે ભારતમાં હજારો જીવ બચી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે હેલ્થકેર વર્કર્સ (Healthcare Workers) સૌથી વધુ ખતરાવાળી જગ્યાઓ પર કામ કરે છે, જ્યાં તેમને સીધે સીધા સંક્રમણનો ખતરો રહે છે. એવામાં રસીકરણ કરાવી ચૂકેલા હેલ્થકેર વર્કર્સ પર કરવામાં આવેલા સ્ટડીના આંકડા રાહત આપનાર છે. 

Corona Vaccination: વેક્સીન માટે સ્લોટ બુકિંગનું ટેન્શન દૂર, CoWIN સાથે જોડાઈ નવી 91 Apps


નીતિ આયોગના સ્વાસ્થ્ય સદભ્ય વીકે પોલએ શુક્રવારે પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું કે સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે વેક્સીન લગાવ્યા પર જો સંક્રમણ થાય છે 75 થી 80 ટકા લોકોને હોસ્પિટલ જવાની જરૂર પડતી નથી. આ ઉપરાંત એવા 8 ટકા લોકોને જ ઓક્સિજનની જરૂર પડે છે. આઇસીયૂમાં ફક્ત 6 ટકા લોકોને જવાની જરૂર પડે છે. 


સ્વાસ્થ્ય મંત્રાલાયના (Health Ministry) સંયુક્ત સચિવ લગ અગ્રવાલે (lav Agarwal) શુક્રવારના કહ્યું કે, અમે 3 મેથી રિકવરી રેટમાં (Recovery Rate) વૃદ્ધિ જોઈ રહ્યા છીએ, જે અત્યારે 96 ટકા છે. તેમણે કહ્યું કે, અમે એક્ટિવ કેસમાં પણ ઘટાડો જોઈ રહ્યા છીએ. 11 જૂનથી 17 જૂન વચ્ચે 513 જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ (Positive Case) 5 ટકા થી ઓછા છે.


લવ અગ્રવાલે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં 62,48 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 11 દિવસથી એક લાખથી ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. કોરોના મામલે પીકમાં 85 ટકાનો ઘટાડો નોંધાયો છે. 


તેમણે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 7,98,656 થઈ ગઈ છે. છેલ્લા 3 દિવસમાં એક્ટિવ કેસમાં 1,14,000 નો ઘટાડો આવ્યો છે. દરરોજ લગભગ 18.4 લાખ કોરોના ટેસ્ટ થઈ રહ્યા છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના ગુરૂવારના આંકડા મુજબ દેશમાં કોરોના વાયરસની રસીના 26.86 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં 18-44 વર્ષના લોકોને આપવામાં આવેલા 5 કરોડ ડોઝ સામેલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube