મહારાષ્ટ્રમાં 18-44 ઉંમર વર્ગ માટે વેક્સિનેશન પર લાગી બ્રેક, છેલ્લા 24 કલાકમાં 46781 નવા કેસ
મહારાષ્ટ્રમાં જારી લૉકડાઉનને 31 મે સુધી વધારવાની શક્યતા સામે આવી છે. પ્રદેશના સ્વાસ્થ્ય વિભાગ અને મંત્રીઓ તરફથી લૉકડાઉન 15 દિવસ વધારવાનો પ્રસ્તાવ સીએમ કાર્યાલય મોકલવામાં આવ્યો છે.
મુંબઈઃ દેશમાં કોરોના વાયરસની બીજી લહેરે ઘણા ઘરોને તબાહ કરી દીધો છે. કોરોનાના આ સંકટમાં ઘણા લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. તો કોરોના વાયરસથી બચાવ માટે વેક્સિન ખુબ ઉપયોગી માનવામાં આવી રહી છે. પરંતુ આ વચ્ચે મહારાષ્ટ્રમાં કોરોના વેક્સિનેશન રોકી દેવામાં આવ્યું છે. તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 46 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે.
દેશના ઘણા વિસ્તારમાં કોરોના વેક્સિનની કમીની વાતો સામે આવી રહી છે. આ વચ્ચે મહારાષ્ટ્રમાં 18થી 44 વર્ષ સુધીના ઉંમરના લોકો માટે કોરોના વેક્સિનની કમીને કારણે રસીકરણ રોકી દેવામાં આવી છે. વેક્સિનની કમીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યુ- રસીની કમીને કારણ 18-44 ઉંમર વર્ગ માટે રસીકરણને સ્થગિત કરી દેવામાં આવ્યું છે. આ ઉંમર વર્ગ માટે સરકાર દ્વારા ખરીદવામાં આવેલા બધા ડોઝ હવે 45થી વધુ ઉંમરના લોકોને આપવામાં આવશે.
આ પણ વાંચોઃ Corona: 12 વિપક્ષી દળોએ પીએમ મોદીને લખ્યો પત્ર, કરી આ માંગ
દિલ્હીમાં પણ વેક્સિનની કમી
મહત્વનું છે કે મહારાષ્ટ્ર સિવાય દિલ્હીમાં પણ કોરોના વેક્સિનની કમીનો દાવો કરવામાં આવ્યો છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી સિસોદિયાએ કહ્યુ કે, રાષ્ટ્રીય રાજધાનીમાં કોવૈક્સીનનો ભંડાર સમાપ્ત થઈ ગયો છે. જેના કારણે 17 શાળાઓમાં બનાવવામાં આવેલા આશરે 100 રસી કેન્દ્રોને બંધ કરવા પડ્યા છે.
મહારાષ્ટ્રમાં કેટલા એક્ટિવ કેસ?
તો મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 46781 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે 816 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સારવાર બાદ 58805 લોકો સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 52,26,710 લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ચુક્યા છે. તો 78,007 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 46,00,196 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે.
આ પણ વાંચોઃ CM મમતાએ પીએમ મોદીને લખ્યો પત્ર, કહ્યું- Corona Vaccine બનાવવામાં દુનિયાની લો મદદ, અમે જમીન આપવા તૈયાર
છેલ્લા કેટલાક દિવસોમાં આવેલા કેસ
મહારાષ્ટ્રમાં આ પહેલા મંગળવારે વાયરસના 40,956 નવા કેસ સામે આવ્યા અને 793 લોકોના મોત થયા હતા. રાજ્યમાં સોમવારે 37236 લોકો સંક્રમિત થયા અને 549 લોકોના મોત થયા હતા. રવિવારે પ્રદેશમાં 48401 નવા કેસ અને 572 મૃત્યુ નોંધાયા હતા.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube