CM મમતાએ પીએમ મોદીને લખ્યો પત્ર, કહ્યું- Corona Vaccine બનાવવામાં દુનિયાની લો મદદ, અમે જમીન આપવા તૈયાર

મમતા બેનર્જી (Mamata Banerjee) એ પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) ને પત્ર લખતા કહ્યું કે, બંગાળમાં વેક્સિન નિર્માતા કે પછી ફ્રેન્ચાઇઝ ઓપરેશન માટે જમીન અને મદદ આપવા તૈયાર છીએ. પીએમ મોદી રસીની આયાતમાં તેજી લાવે.
 

CM મમતાએ પીએમ મોદીને લખ્યો પત્ર, કહ્યું- Corona Vaccine બનાવવામાં દુનિયાની લો મદદ, અમે જમીન આપવા તૈયાર

કોલકત્તાઃ કોરોના વાયરસ (Coronavirus) ને કારણે દેશના ઘણા રાજ્યોની સ્થિતિ ખરાબ છે, તેને કાબુ કરવા માટે સરકાર વેક્સિનેશન અભિયાનમાં તેજી લાવવાનો પ્રયાસ કરી રહી છે. તેના કારણે પશ્ચિમ બંગાળમાં  (Mamata Banerjee) ત્રીજીવાર મુખ્યમંત્રી બનેલા મમતા બેનર્જીએ  (Mamata Banerjee) પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો, જેમાં તેમણે વિદેશી વેક્સિન નિર્માતાઓ પાસેથી રસી જલદીમાં જલદી આયાત કરવાની વિનંતી કરી છે. 

મમતાની પીએમ મોદીને સલાહ
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી નરેન્દ્ રમોદીને લખેલા પોતાના પત્રમાં કહ્યું કે, ઉદારતા અને અગ્ર-સક્રિયતાની સાથે કોવિડ વિરોધી રસીની આયાત કરવી જોઈએ. મમતાએ પીએમ મોદીને સલાહ આપતા કહ્યું કે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વેક્સિન નિર્માતાઓને ફ્રેંચાઇઝ ઓપરેશન માટે પ્રોત્સાહિત કરે. 

બંગાળમાં જમીન અને મદદ આપવા તૈયાર
મમતા બેનર્જીએ પોતાના પત્રમાં લખ્યું- કોરોનાને રોકવા માટે વેક્સિન એકમાત્ર ઉપાય છે. પરંતુ રસી નિર્માણમાં સમય લાગી રહ્યો છે. માત્ર બંગાળમાં હજુ 10 કરોડ લોકોને રસી લાગવાની બાકી છે. તેથી અમે પશ્ચિમ બંગાળમાં યોગ્ય વેક્સિન નિર્માતા કે પછી ફ્રેન્ચાઇઝ ઓપરેશન માટે જમીન અને મદદ આપવા તૈયાર છીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news