Congress સહિત 12 વિપક્ષી દળોનો PM મોદીને પત્ર, Free વેક્સિનની સાથે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ રોકવાની કરી માંગ

આ પત્રમાં પીએમ મોદીને કોરોના વેક્સિન (Corona Vaccine) નું ઉત્પાદન વધારવા, કેન્દ્રના પૈસાથી દેશભરમાં રસીકરણ અભિયાનને આગળ વધારવા અને સેન્ટ્રલ વિસ્તા પ્રોજેક્ટના નિર્માણ પર તત્કાલ પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે.

 Congress સહિત 12 વિપક્ષી દળોનો PM મોદીને પત્ર, Free વેક્સિનની સાથે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ રોકવાની કરી માંગ

નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેરથી દેશની ખરાબ થયેલી સ્થિતિ પર હવે વિપક્ષી પાર્ટીઓ કેન્દ્ર સરકાર પર સતત હુમલો કરી રહી છે. હવે કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી  (Sonia Gandhi) એનસીપી સુપ્રીમો શરદ પવાર  (Sharad Pawar) સહિત વિપક્ષના 12 દળોના નેતાઓએ બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ને સંયુક્ત પત્ર લખ્યો છે. 

પીએમ મોદીને આપ્યા પાંચ સૂચન
આ પત્રમાં પીએમ મોદીને કોરોના વેક્સિન (Corona Vaccine) નું ઉત્પાદન વધારવા, કેન્દ્રના પૈસાથી દેશભરમાં રસીકરણ અભિયાનને આગળ વધારવા અને સેન્ટ્રલ વિસ્તા પ્રોજેક્ટના નિર્માણ પર તત્કાલ પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. આ સિવાય પત્રમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રએ બધા ઉપલબ્ધ સ્ત્રોત (વૈશ્વિક અને ઘરેલૂ) નો ઉપયોગ કરી વેક્સિનની ખરીદમાં તેજી લાવવી જોઈએ અને વેક્સિન પેટેન્ટને રદ્દ કરવા તેના નિર્માણ માટે લાયસન્સ જાહેર કરવા જોઈએ. 

વેક્સિન માટે 35 હજાર કરોડનો થાય ઉપયોગ
વિપક્ષી નેતાઓએ માંગ કરી કે, બજેટમાં ફાળવવામાં આવેલા 35,000 કરોડ રૂપિયા રસી માટે ખર્ચ કરવામાં આવે. સેન્ટ્રલ વિસ્તા પ્રોજેક્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવે. તે માટે નક્કી રકમનો ઉપયોગ ઓક્સિજન અને રસીની ખરીદીમાં કરવામાં આવે. કોઈ હિસાબ વગગના ટ્રસ્ટ ફંડ 'પીએમ કેયર્સ'માં રહેલ રકમનો ઉપયોગ ઓક્સિજન અને જરૂરી સ્વાસ્થ્ય ઉપકરણોની ખરીદી માટે કરવામાં આવે. 

બેરોજગારોને આપવામાં આવે 6000 રૂપિયા
વિપક્ષી નેતાઓએ કહ્યું, બધા બેરોજગાર લોકોને 6  હજાર રૂપિયા મહિને આપવામાં આવે. જરૂરીયાત મંદ લોકોને કેન્દ્ર સરકારના અન્નથી ભરેલા ગોડાઉનમાંથી અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવે. ત્રણેય કૃષિ કાયદાને રદ્દ કરવામાં આવે જેથી લાખો અન્નદાતા મહિમારીથી બચી શકે અને ભારતીય નાગરિકોને ખવડાવવા માટે અન્ન ઉત્તપન કરી શકે. વિપક્ષના મુખ્ય નેતાઓએ કહ્યું કે, અમે આશા કરીએ કે ભારત અને આપણી જનતાના હિતમાં આ સૂચનોની તમારા તરફથી પ્રશંસા કરવામાં આવશે. 

12 વિપક્ષી પાર્ટીઓના આ નેતાઓએ લખ્યો પત્ર
જે 12 વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ પીએમ મોદીને પત્ર લખ્યો છે તેમાં કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી, એચડી દેવગૌડા, એનસીપી પ્રમુખ શરદ પવાર, શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી, ડીએમકે અધ્યક્ષ એમકે સ્ટાલિન, જેએમએમ ચીફ હેમંત સોરેન, ફારૂક અબ્દુલ્લા, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, ડી રાજા અને સીપીએમના મહાસચિવ સીતારામ ચેયુરી સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news