નવી દિલ્હીઃ નવું વર્ષ નજીક આવતા જ હવે કોરોના વેક્સિનનું સપનું સાકાર થતું જોવા મળી રહ્યું છે. દેશમાં જલદી વેક્સિનને મંજૂરી મળી શકે છે, પરંતુ તે પહેલા દેશમાં વેક્સિનેશનની મોટા પાયે તૈયારી શરૂ થઈ ગઈ છે. સોમવારે ભારતમાં કેટલાક સ્થળો પર વેક્સિનેશનને લઈને એક ડ્રાઈ રન કરવામાં આવી રહ્યું છે, જેમાં વેક્સિન સેન્ટરથી કોઈ વ્યક્તિ સુધી વેક્સિન પહોંચાડવાની સંપૂર્ણ પ્રક્રિયાનો ટેસ્ટ કરવામાં આવશે. આખરે એક કોરોના વેક્સિન તમારા સુધી કઈ રીતે પહોંચશે, જરા સમજો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારે પહેલા જ કહી દીધું છે કે જાન્યુઆરીના કોઈપણ સપ્તાહમાં દેશને વેક્સિન મળી જશે. પરંતુ કોઈપણ વ્યક્તિ સુધી વેક્સિન પહોંચાડતા પહેલા એક લાંબી પ્રક્રિયા પણ છે. વેક્સિનનો સંગ્રહ, રાજ્યમાં વેક્સિન મોકલવી અને પછી જિલ્લા, શહેર, ગામ સ્તર સુધી તેને પહોંચાડવી. 


વેક્સિનની આ પ્રક્રિયાનો રિવ્યૂ કરવા માટે ગુજરાત, પંજાબ, આંધ્ર પ્રદેશ અને આસામમાં બે દિવસીય ડ્રાઇ રન થઈ રહ્યો છે. ડ્રાઇ રનથી અસલી વેક્સિનેશનની તૈયારી કરવામાં આવશે. જેમાં આ પ્રક્રિયા હશે.


PMC Scam: પત્નીને મળી ઈડીની નોટિસ, સંજય રાઉત બોલ્યા- ઘરની મહિલાઓને નિશાન બનાવવી કાયરતાનું કામ 


- ડિપોથી વેક્સિનની ખેપ અલગ-અલગ જિલ્લામાં મોકલવામાં આવશે.
- વેક્સિનને લઈ જવા સમયે તાપમાનનું ધ્યાન રાખવામાં આવશે, જેથી વારંવાર તાપમાન માપવામાં આવશે. અત્યાર સુધી દરેક વેક્સિન કંપનીએ પોતાની વેક્સિન માટે અલગ તાપમાનની વાત કહી છે. 
- જ્યારે તે પ્રક્રિયા થઈ રહી હશે, ત્યારે જેને વેક્સિન લગાવવાની છે, તેને SMS મોકલવામાં આવશે.
- તે મેસેજમાં વેક્સિનેશન ટીમનો ઉલ્લેખ હશે, સાથે સમય અને સ્થળ પણ લખેલું હશે. 


તમને જણાવી દઈએ કે કોરોનાની વેક્સિન આપવા માટે સરકારે CoWin એપ પણ તૈયાર કરી છે, તેને પણ ડ્રાઇ રનમાં ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. ડ્રાઇ રન દરમિયાન જે મુશ્કેલી આવશે, જે અનુભવ અને સમય લાગશે, તેના પર રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ રિપોર્ટ પર નેશનલ એક્સપર્ટનું ગ્રુપ મંથન કરશે, જેથી વેક્સિનેશનને લઈને સંપૂર્ણ પ્લાન પર અમલ કરી શકાય. 


આ પણ વાંચોઃ કોંગ્રેસના સ્થાપના દિવસે રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ પર ઘમાસાણ, પ્રિયંકા ગાંધીએ જાણો શું કહ્યું?


ઉલ્લેખનીય છે કે દેશમાં આ સમયે ત્રણ વેક્સિન પોતાના મહત્વના પડાવ પર છે. તેમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોવિશીલ્ડ જેને સીરમ ઈન્ડિયા તૈયાર કરી રહ્યું છે. ભારત વાયોટેકની કોવેક્સીન અને ફાઇઝરની વેક્સિન, જેના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી માગવામાં આવી છે. 


મહત્વનું છે કે પાછલા દિવસોમાં સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યુ હતુ કે, શરૂઆતમાં ભારતમાં 30 કરોડ લોકો સુધી વેક્સિન પહોંચાડવાનું લક્ષ્ય હશે. જેમાં સ્વાસ્થ્યકર્મી, સુરક્ષાકર્મી, અન્ય કોરોના વોરિયર્સ અને વૃદ્ધ લોકો સામેલ થશે. આ સિવાય આશરે 1 કરોડ વેક્સિન તેના માટે રિઝર્વ રાખવામાં આવી રહી છે, જેની ઉંમર 50 વર્ષથી ઓછી છે પરંતુ કોઈ બીમારી છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube