કોરોનાના નવા સ્ટ્રેન પર વેક્સિન અસરકારક, ડરવાની જરૂર નથીઃ સ્વાસ્થ્ય મંત્રાલય
ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પ્રો કે વિજય રાઘવને મંગળવારે પત્રકાર પરિષદ કરી કહ્યું કે, વેક્સિન યૂકે અને દક્ષિણ આફ્રિકામાં મળનાર સ્ટ્રેન વિરુદ્ધ કામ કરશે.
નવી દિલ્હીઃ મહામારી કોરોના વાયરસના નવા સ્ટ્રેને ચિંતા વધારી દીધી છે. ભારતમાં પણ તેની એન્ટ્રી થઈ ગઈ છે. દેશમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કુલ છ કેસ મળ્યા છે. આ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો કે, કોરોનાની વેક્સિન નવા સ્ટ્રેન પર પણ અસરકારક રહેશે. લોકોએ નવા સ્ટ્રેનથી ડરવાની જરૂર નથી.
ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પ્રો કે વિજય રાઘવને મંગળવારે પત્રકાર પરિષદ કરી કહ્યું કે, વેક્સિન યૂકે અને દક્ષિણ આફ્રિકામાં મળનાર સ્ટ્રેન વિરુદ્ધ કામ કરશે. તેના કોઈ પૂરાવા નથી કે વર્તમાન વેક્સિન આ કોરોનાના સ્ટ્રેનથી બચાવવામાં નિષ્ફળ રહેશે.
તો કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે, યૂકે સ્ટ્રેનના સમાચાર આવ્યા પહેલા, અમે પ્રયોગશાળામાં લગભગ 5,000 જીનોમ વિકસિત કર્યા હતા. હવે અમે તે સંખ્યામાં વધુ વૃદ્ધિ કરીશું.
ગુજરાત સહિત ચાર રાજ્યોમાં વેક્સિનની ડ્રાઈ રન સફળ, જલદી રસીકરણ શરૂ થવાની આશા
નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે કહ્યુ કે, નવા સ્ટ્રેને ઘણા દેશોની યાત્રા કરી છે. તેવામાં આપણે સાવચેત રહેવાની જરૂર છે. વાયરસનો પ્રસારને બદાવવો સરળ છે, કારણ કે ટ્રાન્સમિશનની ચેન નાની છે. તેમણે કહ્યું કે, વિદેશથી આવનારા 20માંથી એક યાત્રીનો યૂકે સ્ટ્રેનનો ટેસ્ટ કરવામાં આવશે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube