નોઈડા: ઉત્તર પ્રદેશના નોઈડામાં એક વ્યક્તિને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે સેક્ટર 74ની સુપરટેક કેપેટાઉનને સીલ કરી દેવાઈ છે. ડીએમ બીએન સિંહે તેને સીલ કરવાના આદેશ આપ્યાં છે. 21-23 માર્ચ સુધી વાહનોની અવરજવર પર સંપૂર્ણ રીતે રોક લગાવી દેવાઈ છે. ફ્લેટમાં રહેતા તમામ લોકોને ઘરોમાં રહેવાની સલાહ અપાઈ છે. આ સોસાયટીમાં બહારથી કોઈ અંદર નહીં આવી શકે અને અંદરથી કોઈ બહાર જઈ શકશે નહીં. મળતી માહિતી મુજબ એક વ્યક્તિ ફ્રાન્સથી પાછો ફર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona: દેશમાં ઘાતક કોરોનાના કુલ 258 કેસ, 24 કલાકમાં નવા 52 દર્દીઓ


આદેશમાં શું કહેવાયું છે?


- તમારી સોસાયટીના પરિસરને બે દિવસ માટે સીલ કરવામાં આવી રહ્યું છે. બધાના સહયોગની જરૂર છે. 


- આ દરમિયાન ફક્ત જરૂરી સુવિધાઓની છૂટ રહેશે. 


- તમારે બધાએ આ દરમિયાન ઘરોમાં રહેવાનું છે. અમારો સહયોગ કરો, બધા જલદી આ પરેશાનીમાંથી બહાર નીકળીશું.


AIIMS directorનું મોટું નિવેદન, કહ્યું- 'દેશમાં ગમે ત્યારે ઊભી થઈ શકે છે લોક ડાઉનની સ્થિતિ'


અત્રે જણાવવાનું કે ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 258 કેસ સામે આવ્યાં છે. જેમાંથી 39 વિદેશી છે. ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 52 નવા કેસ નોંધાયા છે. જો કે રાહતના સમાચાર એ છે કે આ વાયરસના ભરડામાં આવેલા 23 લોકો સારવાર બાદ એકદમ સ્વસ્થ પણ થઈ ગયા છે. જ્યારે ચાર લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર, કેરળ અને દિલ્હી છે. આંકડાની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 49 કેસ, કેરળમાં 33 જ્યારે દિલ્હીમાં 25 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube