AIIMS directorનું મોટું નિવેદન, કહ્યું- 'દેશમાં ગમે ત્યારે ઊભી થઈ શકે છે લોક ડાઉનની સ્થિતિ'
દેશભરમાં વધતી દહેશત વચ્ચે દિલ્હી સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)ના ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું કે દેશમાં લોકડાઉનની સ્થિતિ ગમે ત્યારે આવી શકે છે. કેટલાક શહેરો બંધ કરવાની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 223થી વધુ દર્દીઓ પીડાઈ રહ્યાં છે. 24 કલાકમાં જ સૌથી વધુ 50 નવા કેસ સામે આવ્યાં. કોરોના વાયરસના સંક્રમણથી અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 52 કેસ સામે આવ્યાં છે. દિલ્હીના લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાંથી 6 સંદિગ્ધ ગાયબ થવાની પણ સૂચના છે. કોરોના વાયરસના દિલ્હીમાં પગપેસારાથી લઈને દેશભરમાં વધતી દહેશત વચ્ચે દિલ્હી સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)ના ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું કે દેશમાં લોક ડાઉનની સ્થિતિ ગમે ત્યારે આવી શકે છે. કેટલાક શહેરો બંધ કરવાની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે.
વૃદ્ધોને આ વાયરસથી સૌથી વધુ જોખમ છે. પરંતુ હવે જે પ્રકારે કેસ વધી રહ્યાં છે તે જોતા દરેક એજ ગ્રુપના લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે બાળકો પણ ધ્યાન રાખે. જરૂર પડે તો ટેસ્ટિંગ સ્ટ્રેટેજી પણ બદલવામાં આવશે. દરેક જણે ટેસ્ટ કરાવવો પડે તો તે પણ કરીશું પરંતુ હાલ એવી સ્થિતિ નથી.
દેશમાં વધતા કોરોના મામલાઓને જોતા ગઈ કાલે કેબિનેટ બેઠક પણ થઈ.
જુઓ LIVE TV
બેઠકમાં લેવાયેલા નિર્ણયો...
- ચીનમાં કોરોનાના કારણે ભારતમાં આયાત થનારા (Active Pharmaceutical Ingredient (API) એટલે કે દવાઓ બનાવવા માટે જરૂરી ચીજોની અછત ઊભી થઈ છે. આ સાથે જ મેડિકલ ડિવાઈઝની પણ અછત થઈ રહી છે. આથી સરકારે આજે કેબિનેટમાં 5 સેક્ટરમાં ઘરેલુ ઉત્પાદન વધારવા માટે ઈન્સેન્ટિવ્ઝ પેકેજ અને પોલીસીને મંજૂરી આપી.
- મેડિકલ પાર્ક બનાવવા માટે Production link incentive schemeને મંજૂરી, Large Contract Manufacturer અને ઘરેલુ કંપનીઓને મળશે ઈન્સેન્ટિવ્ઝ. હાઈ એન્ડ ફોન માટે ઈન્સેન્ટિવ્ઝ પેકેજ આગામી પાંચ વર્ષ માટે શરૂઆતી પ્રત્સાવ મુજબ લગભગ 42000 કરોડ રૂપિયાનું પેકેજ. મોબાઈલ કમ્પોનન્ટ માટે પણ 85 પરસેન્ટ ચીન પર નિર્ભરતા છે.
- કેબિનેટમાં બલ્ક ડ્રગના ઘરેલુ ઉત્પાદન માટે વિશેષ રાહત પેકેજની મંજૂરી, નવા પ્લાન્ટ લગાવવા અને ઉત્પાદન ક્ષમતા વધારવા માટે મળશે ઈન્સેન્ટિવ્ઝ.
- મેડિકલ ડિવાઈઝનું ઉત્પાદન વધારવા માટે પણ ઈન્સેન્ટિવ પેકેજ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે