નવી દિલ્હીઃ Coronavirus Cases in Delhi: દેશમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યાં છે. આ વચ્ચે કોવિડ 19ની દિલ્હીમાં પણ એન્ટ્રી થઈ ગઈ છે. રાજધાનીમાં બુધવારે જેએન.1 નો પ્રથમ કેસ સામે આવ્યો છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે આ વાતની જાણકારી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું કે દિલ્હીમાં કોવિડ 19ના સબ-વેરિએન્ટ જેએન.1નો પ્રથમ કેસ સામે આવ્યો છે. જીનોમ સીક્વેન્સિંગ માટે મોકલવામાં આવેલા 3 સેમ્પલમાંથી જેએન.1 અને બે કેસ ઓમીક્રોન વેરિએન્ટના મળ્યા છે.


8 રાજ્યોમાં પહોંચી ગયો છે JN.1 
આ સાથે દેશભરમાં જેએન.1 વેરિએન્ટના કેસની સંખ્યા 110 થઈ ગઈ છે. દિલ્હી પહેલા 8 રાજ્યોમાં JN.1 ના કેસ સામે આવી ચુક્યા છે. આ રાજ્યોમાં ગુજરાત, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, કેરલ, રાજસ્થાન, તમિલનાડુ અને તેલંગણા સામેલ છે.


આ પણ વાંચોઃ નવા વર્ષ પહેલા મોટી ભેટ, આ રાજ્યમાં લોકોને માત્ર ₹450 માં મળશે ગેસ સિલિન્ડર


JN.1 વેરિએન્ટના સૌથી વધુ 36 કેસ ગુજરાતમાં સામે આવ્યા છે, જ્યારે કર્ણાટકમાં તેના 34 કેસની પુષ્ટિ થઈ છે. નવા વેરિએન્ટથી પ્રભાવિત મોટા ભાગના દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.


કોરોનાના 529 નવા કેસ નોંધાયા 
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, બુધવારે (27 ડિસેમ્બર) ભારતમાં કોરોનાના 529 નવા કેસ નોંધાયા હતા. આ સાથે કુલ સક્રિય કેસની સંખ્યા વધીને 4093 થઈ ગઈ છે. આ સિવાય વાયરસના કારણે 3 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલાઓમાં કર્ણાટકના બે અને ગુજરાતના એક વ્યક્તિનો સમાવેશ થાય છે.


આ પણ વાંચોઃ મધ્યપ્રદેશના ટોપ-5 પર્યટન સ્થળ, હિલ સ્ટેશન અને ઔતિહાસિક જગ્યાઓ સામેલ


92 ટકા દર્દીઓની ઘર પર થઈ રહી છે સારવાર
કોરોનાના વધતા કેસ વચ્ચે નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડો વીકે પોલે કહ્યુ કે નવા વેરિએન્ટની તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન રાજ્યોને ટેસ્ટિંગ વધારવા અને પોતાની સર્વેલાન્સ સિસ્ટમને મજબૂત કરવા કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે સંક્રમિત લોકોમાંથી 92 ટકા લોકોની સારવાર ઘર પર થઈ રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube