નવા વર્ષ પહેલા મોટી ભેટ, આ રાજ્યમાં લોકોને માત્ર ₹450 માં મળશે ગેસ સિલિન્ડર, સરકારની જાહેરાત

LPG Gas Cyliner in 450 Rupees: નવા વર્ષ પહેલા રાજસ્થાનના લોકોને મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રીએ રસોઈ ગેસ સિલિન્ડર માત્ર 450 રૂપિયામાં આપવાની જાહેરાત કરી છે.

નવા વર્ષ પહેલા મોટી ભેટ, આ રાજ્યમાં લોકોને માત્ર ₹450 માં મળશે ગેસ સિલિન્ડર, સરકારની જાહેરાત

જયપુરઃ LPG Gas Cyliner in 450 Rupees: નવા વર્ષ પહેલા ગેસ સિલિન્ડર (gas cylinder)ને લઈને સારા સમાચાર આવ્યા છે. રાજસ્થાન સરકારે લોકોને મોટી રાહત આપી છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા (CM Bhajan Lal Sharma)એ ઉજ્જવલા-બીપીએલ ગેસ કનેક્શન ધારકોને માત્ર 450 રૂપિયામાં રસોઈ ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કહ્યુ કે 1 જાન્યુઆરીથી ગેસ સિલિન્ડર સસ્તો થઈ જશે. તેમણે કહ્યું કે મહિલાઓને માત્ર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે. રાજ્ય સરકારના આ નિર્ણયનો ફાયદો 70 લાખ ઉજ્જવલા સ્કીમના બીપીએલ પરિવારોને મળશે. 

રાજ્ય સરકાર પર વધશે ભાર?
ભાજપે પોતાના ઘોષણા પત્રમાં 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનું વચન આપ્યું હતું અને તેને પૂરુ કરવાનો નિર્ણય લેવાયો છે. અત્યારે કેન્દ્ર સરકાર ઉજ્જવલા લાભાર્થીઓને 300 રૂપિયા સબસિડીના રૂપમાં આવી રહી છે. વર્તમાનમાં આ કેટેગરી બેઠળ 30 લાખ ઉપભોક્તા રિફલિંગ કરાવી રહ્યાં છે. આ પ્રમાણે જોવામાં આવે તો રાજ્ય સરકાર પર દર મહિને 52 કરોડ રૂપિયાનો ભાર આવશે.

કોંગ્રેસ સરકાર 500 રૂપિયામાં આપી રહી હતી સિલિન્ડર
આ પહેલા રાજસ્થાનની કોંગ્રેસ શાસિત સરકારના મુખ્યમંત્રી અશોક ગેહલોતે 22 ડિસેમ્બર 2022ના જનતાને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનું વચન આપ્યું હતું. તેમણે એપ્રિલ 2023થી 500 રૂપિયામાં સિલિન્ડર આપવાનું શરૂ પણ કર્યું હતું. 

33 કરોડ છે LPG ગ્રાહક
મુખ્યમંત્રીએ ટોંકથી મોટી જાહેરાત કરતા કહ્યું કે ઉજ્જવલા પરિવારની મહિલાઓને સબસિડી મળશે. પીએમ ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને ચૂલા પર રસોઈ બનાવવામાંથી મુક્તિ અપાવી છે. વર્ષ 2016માં આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી દેશમાં આશરે 9.60 કરોડ મહિલાઓને કનેક્શન આપવામાં આવી ચુક્યા છે. વર્ષ 2014 દરમિયાન દેશમાં એલપીજી ઉપભોક્તા 14 કરોડ હતા, પરંતુ વર્ષ 2023માં આ સંખ્યા વધી 33 કરોડ થઈ ચુકી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news