MP Tourist Places: ગુજરાતના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશના ટોપ-5 પર્યટન સ્થળ, હિલ સ્ટેશન અને ઔતિહાસિક જગ્યાઓ સામેલ
Madhya Pradesh Tourist Places: હંમેશા લોકો માટે બેસ્ટ ટૂરિસ્ટ સ્પોટ (tourism destinations)ને પસંદ કરવા ખુબ મુશ્કેલ થઈ જાય છે. તેવામાં જો તમે રજાઓ માણવા કોઈ સારી અને સુંદર જગ્યા જોઈ રહ્યાં છો તો આ લેખ તમારા માટે છે.
Trending Photos
ભોપાલઃ Places to Visit in MP: મોટા ભાગના લોકોને ફરવાનો શોખ હોય છે. દરેકને અલગ-અલગ જગ્યાઓ પર પોતાનો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાનું મન કરે છે. તેવામાં લોકો રજાઓમાં પરિવાર કે મિત્રો સાથે ફરવાનો પ્લાન બનાવે છે. ઘણીવાર જગ્યાની પસંદગી કરવાનું કામ મુશ્કેલ થઈ જાય છે. તેવામાં જો તમે પણ રજાઓનો પ્લાન બનાવી રહ્યાં છો તો અમે તમને આજે ગુજરાતના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશના ફરવાની બેસ્ટ જગ્યાઓ વિશે જણાવીશું. જ્યાં તમે અનેક સુંદર નજારાની મજા લઈ શકો છો.
પચમઢી
પચમઢી મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લામાં છે. પચમઢી એક સુંદર હિલ સ્ટેશન છે. અહીંની સુંદરતાને કારણે તેને સતપુડાની રાણીના નામથી ઓળખવામાં આવે છે. પહાડોની ઊંચાઈએથી પડતા ધોધ આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે. અહીંનો સિલ્વર ફોલ જોવા જેવો છે, જ્યાં લગભગ 350 ફૂટની ઊંચાઈથી પાણી પડે છે અને બિલકુલ દૂધ જેવું દેખાય છે. એટલું જ નહીં, જો તમે અહીં જાવ તો ધૂપગઢનો સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવા અવશ્ય જાવ. ઉપરાંત, તે ટ્રેકિંગ અને હાઇકિંગ માટે ખૂબ જ પ્રખ્યાત સ્થળ છે. પચમઢી ઘણા પ્રવાસીઓને આકર્ષે છે. પચમઢી પહોંચવા માટે તમે ભોપાલથી બસ કે ટ્રેન લઈ શકો છો. પિપરિયા પચમઢીની પાસે સૌથી નજીકનું સ્ટેશન છે. ત્યાંથી તમે બસ કે કાર લઈ શકો છો.
ખજુરાહો
જો તમે ઈતિહાસ પ્રેમી છો અને એવી જગ્યા વિશે વિચારી રહ્યાં છો તો તમારા માટે મધ્યપ્રદેશનું ખજુરાહો બેસ્ટ છે. પર્યટકોએ ખજુરાહો મંદિર જરૂર જવું જોઈએ. આ મંદિર પ્રાચીન અને અદ્ભુત કલા શૈલીના મંદિરો માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. જેને આજે આપણે ખજુરાહોના નામથી ઓળખીએ છીએ જે મધ્યયુગમાં ભારતીય વાસ્તુકલા અને સંસ્કૃતિ સાથે જોડાયેલી એક ખાસ મિસાલ રજૂ કરે છે. ખજુરાહો જવા માટે તમે હવાઈ, રેલવે અને રોડ માર્ગનો ઉપયોગ કરી શકો છો.
ભોપાલ
ભોપાલ મધ્યપ્રદેશની રાજધાની હોવાની સાથે-સાથે તળાવોના શહેરથી પણ જાણીતું છે. ભોપાલમાં ફરવા માટે વન વિહાર નેશનલ પાર્ક, લેક વ્યૂ અને હનુમાન ટેકરી, ભોજપુર જેવી જગ્યા છે જે અહીં આવતા પર્યટકોને પોતાના તરફ આકર્ષિત કરે છે. એટલું જ નહીં ભોપાલ સંસ્કૃતિ અને વારસા સાથે જોડાયેલું એક મોટું શહેર છે.
ગ્વાલિયર
ગ્વાલિયર મધ્ય પ્રદેશ રાજ્યનું એક ઐતિહાસિક શહેર છે. આ શહેર ચારે તરફથી સુંદર પહાડોથી ઘેરાયેલું છે, જે પોતાના ગૌરવશાળી ઈતિહાસને દર્શાવે છે. , ગ્વાલિયર શહેરનો લાલ કિલ્લો લાલ રેતીના પથ્થરમાંથી બનાવવામાં આવ્યો છે.આ કિલ્લો દેશના સૌથી મોટા કિલ્લાઓમાંનો એક છે. ગ્વાલિયર સ્મારકો, મહેલો અને મંદિરો માટે જાણીતું છે. કિલ્લા ઉપરાંત, તમે જય વિલાસ મહેલ અને સૂર્ય મંદિરની મુલાકાત લઈ શકો છો. મને ખાતરી છે કે આ જોયા પછી તમે તેમને ક્યારેય ભૂલશો નહીં. પ્રખ્યાત શાસ્ત્રીય સંગીતકાર તાનસેનની સમાધિ પણ અહીં એક મહત્વપૂર્ણ સ્થાન છે.
કાન્હા નેશનલ પાર્ક
કાન્હા નેશનલ પાર્ક મધ્ય પ્રદેશના મુખ્ય પર્યટન સ્થળોમાંથી એક છે. આ નેશનલ પાર્ક ન માત્ર દેશી પર્યટકોને પોતાના તરફ ખેંચે છે પરંતુ વિદેશી પર્યટકોને પણ આકર્ષિત કરે છે. આ પાર્ક વન સંપદા, વન્ય જીવો માટે જાણીતું છે. અહીં તમે ટાઈગર્સ, બેરાસિંઘા અને સનસેટ પોઈન્ટ જોઈ શકો છો. કિસલીના બફર ઝોનમાં પણ તમે જીપ સફારીનો આનંદ માણી શકો છો. તમે મહુઆનો સ્વાદ માણી શકો છો.
તમે પણ જો ટૂંકી રજાઓમાં કોઈ નજીકના રાજ્યમાં ફરવા માટે પ્લાન બનાવી રહ્યાં છો તો તમે મધ્ય પ્રદેશની આ જગ્યાની મુલાકાત લઈ શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે