કોરોનાએ તોડી અમેરિકાની કમર, ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદી પાસે માગી મદદ
વિશ્વમાં કોરોના વાયરસના સૌથી વધુ દર્દી અમેરિકામાં છે. અમેરિકામાં ત્રણ લાખથી વધુ લોકો આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. તો અમેરિકામાં કોરોના વાયરસને કારણે 8 હજાર કરતા વધુ લોકોના મોત થયા છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસે વિશ્વમાં અંધાધૂંધી મચાવી રાખી છે. કોરોના વાયરસના સૌથી વધુ મામલા અમેરિકામાં સામે આવ્યા છે અને અમેરિકામાં સતત કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદ માગી છે અને હાઇડ્રોક્સિક્લોરોક્વિન ટેબલેટ્સ ઉપલબ્ધ કરાવવાની વિનંતી કરી છે.
ચીનના વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસે અમેરિકામાં સૌથી વધુ લોકોને પોતાની ઝપેટમાં લીધા ચે. અમેરિકામાં કોરોના વાયરસથી ત્રણ લાખ કરતા વધુ લોકો સંક્રમિત થયા છે. તો અમેરિકામાં કોરોના વાયરસને કારણે મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોદી સાથે વાતચીત કરી હતી.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેમણે વડાપ્રધાન મોદીને હાઇડ્રોક્સિક્લોરોક્વિન ટેબલેટ્સ ઉપલબ્ધ કરાવવાની વિનંતી કરી છે. સાથે પીએમ મોદીને અમેરિકાના હાઇડ્રોક્સિક્લોરોક્વિન ઓર્ડરને જલદી રિલીઝ કરવા માટે કર્યું છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ભારત મોટી માત્રામાં આ દવાને બનાવે છે. ભારતની સંખ્યા 1 અબજથી વધુ છે. તેને પોતાના લોકો માટે પણ તેની જરૂરીયાત હશે. મેં પીએમ મોદીને કહ્યું કે, જો તે અમારો ઓર્ડર મોકલે છે તો હું આભારી રહીશ. હકીકતમાં, હાઇડ્રોક્સિક્લોરોક્વિનનો ઉપયોગ કોરોના દર્દીઓની સારવારમાં કરવામાં આવે છે.
હોસ્પિટલમાં ભોજનમાં 25-25 રોટલીઓ ખાઈ રહ્યાં છે જમાતી, મોટા ગ્લાસમાં માગી રહ્યાં છે ચા
મહત્વનું છે કે વિશ્વમાં કોરોનાના સૌથી વધુ દર્દી અમેરિકામાં છે. અહીં ત્રણ લાખ લોકો આ વાયરસનો ભોગ બન્યા છે. અમેરિકામાં કોરોના વાયરસથી 8 હજાર કરતા વધુ લોકોના મોત થયા છે.
વિશ્વમાં શું છે સ્થિતિ
વિશ્વમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં પણ દરરોજ વધારો થઈ રહ્યો છે. વિશ્વમાં 12 લાખ કરતા વધુ લોકોમાં આ સંક્રમણ ફેલાય ચુક્યું છે. તો 64 હજાર કરતા વધુ લોકોના મોત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર