નવી દિલ્હી : કોરોના સંકટથી બચવા માટે દેશમાં લોકડાઉન લાગુ છે. જો કે લોકડાઉનને હવે બે અઠવાડીયા માટે વધારી દેવામાં આવ્યું છે. 17 મે સુથી લાગુ કરી દેવાયું છે. જો કે આ વખતે વધારાયેલા લોકડાઉનમાં ઘણી છુટછાટ આપવામાં આવી છે. જેમાં દારૂનાં વેચાણને પણ મંજુરી આપવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકડાઉન 3.0: ટ્રેન-પ્લેન-મેટ્રો રહેશે બંધ, આ વસ્તુઓને સરકારે આપી પરવાનગી

લોકડાઉન 3.0માં તમામ ઝોનમાં દારૂના વેચાણને પરવાનગી આપવામાં આવી છે. આ સાથે જ પાન મસાલા, ગુટખા અને તંબાકુને વેચવા માટેની પરવાનગી પણ આપવામાં આવી છે. જો કે માત્ર કંટેનમેન્ટ ઝોનમાં જ દારૂના વેચાણ પર પ્રતિબંધ યથાવત્ત રહેશે. સાથે જ દારૂનું વેચાણ માત્ર અલગથી દુકાન હશે તો જ કરી શકાશે. 


લોકડાઉન 3.0 : મોદી સરકારે સાહસિક નિર્ણય લેતા લોકડાઉન 17 મે સુધી લંબાવ્યું

જો કે હાલ દારૂનું વેચાણ મોલ્સ અને માર્કેટિંગ કોમ્પલેક્સમાં નહી કરી શકાય. અહીં દારૂના વેચાણ પર પ્રતિબંધ ચાલુ રહેશે. જ્યારે દારૂ, પાનમસાલા, ગુટખા અને તંબાકુનું જાહેર સ્થળો પર સેવન પણ નહી કરી શકાય. જાહેર સ્થળો પર તેનું સેવન કરવા પર પ્રતિબંધ યથાવત્ત રહેશે. 


લોકડાઉનમાં ફસાયેલા શ્રમજીવી- વિદ્યાર્થી માટે સ્પેશ્યલ ટ્રેનોની વ્યવસ્થા, મોદી સરકારે આપી પરવાનગી

આ ઉપરાંત જે દુકાનો પર દારૂ, પાન મસાલાનું વેચાણ થઇ રહ્યું છે ત્યાં દુકાનદારે જોવાનું રહેશે કે લોકો જ્યારે ખરીદી કરવા માટે ત્યારે લોકડાઉનનાં તમામ નિયમોનું પાલન થાય. લોકો વચ્ચે અંતર હોય. આ ઉપરાંત એક સમયે દુકાન પર 5થી વધારે લોકો હાજર ન હોય. 


દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 35 હજારને પાર, રિકવરી રેટ 25.37%એ પહોંચ્યો: સ્વાસ્થય મંત્રાલય

અત્રે ઉલ્લેખનીય છે કે, સૌથી પહેલા 21 દિવસનાં દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત વડાપ્રધાન મોદીએ કર્યુ હતું. 25 માર્ચથી 14 એપ્રીલ સુધી પહેલુ લોકડાઉન ચાલ્યું. ત્યાર બાદ 15 એપ્રીલથી 3 મે સુધી 19 દિવસનાં લોકડાઉનની જાહેરાત પણ વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube