નવી દિલ્હી: રશિયા દ્વારા તૈયાર કરવામાં આવેલી કોરોના વાયરસની વેક્સીન સ્પૂતનિક વીમાં ઘણી ભારતીય કંપનીઓએ રસ દાખવ્યો છે. ભારતીય કંપનીઓએ રશિયન ડાયરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF)ને કહ્યું છે કે તે વેક્સીનને ફેજ વન અને ફેજ-ટૂ ક્લીનિકલ ટ્રાયલ સાથે સંકળાયેલી માહિતી પુરી પાડે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે RDIF રશિયાની પૂંજી પુરી પાડનાર કંપની છે. આ કંપનીએ કોરોના વેક્સીન સ્પૂતનિક વી કે રિસર્ચ અને ટ્રાયલનું ફંડિંગ કર્યું છે. RDIF પાસે જ આ વેક્સીનની માર્કેટિંગ અને એક્સપોર્ટનો અધિકાર છે. વેક્સીન વી દુનિયાની પ્રથમ રજિસ્ટર્ડ કોરોના વેક્સીન છે. જો ભારતીય કંપનીઓએની RDIF સાથે વાત આગળ વધે છે તો ભારતમાં આ વેક્સીનનું ઉત્પાદ થઇ શકે છે. આ વેક્સીનનો ઉપયોગ નિર્યાત અને ઘરેલૂ ઉપયોગ માટે કરવામાં આવી શકે છે. મોસ્કોમાં રશિયન ન્યૂઝ એજન્સીએ ભારતીય દૂતાવાસને સ્પૂતનિક વિશે જાણકારી આપી હતી.  


રૂસી દૂતાવાસના સૂત્રોએ કહ્યું કે ''ભારતીય કંપનીઓ વેક્સીને લઇને RDIF સાથે સંપર્કમાં છે અને આ કંપનીઓએ ફેજ-1 અને ફેજ-2ના ટ્રાયલની ટેક્નિકલ જાણકારી માંગી છે. આ દરમિયાન સરકાર પાસેથી જરૂરી પરવાનગી મળ્યા બાદ ત્રીજા દેશને વેક્સીન નિર્યાત પર ચર્ચા સાથે જ ઘરેલૂ ઉપયોગ માટે પણ વેક્સીન ઉત્પાદન પર વાત કરવામાં આવી.'


ગત મંગળવારે રશિયા દુનિયાનો પ્રથમ એવો દેશ બની ગયો જેને કોરોના વિરૂદ્ધ વેક્સીનને રજિસ્ટર કરાવી છે. આ વેક્સીનને રૂસની માઇક્રો બાયલોજી રિસર્ચ સેન્ટર ગમલેયા બનાવી રહ્યું છે. આ વેક્સીન બુધવારે ક્લીનિકલ ટ્રાયલના ત્રીજા તબક્કામાં જતી રહી છે.


રશિયામાં ભારતના રાજદૂત વેંકટેશ વર્માએ ન્યૂઝ એજન્સી સ્પૂતનિકને કહ્યું કે RDIFના પ્રમુખ કિરિલ દિમિત્રીવ સાથે વેક્સીનના નિર્માણને લઇને સકારાત્મક વાતચીત થઇ છે અને તેમને આશા છે કે તેનું સકારાત્મક પરિણામ આવશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube