નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Corona Virus) થી સંક્રમિત દર્દીઓનો આંકડો 3.20 લાખ પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 311 લોકોના મૃત્યુ આ મહામારીના કારણે થયા છે. જ્યારે એક જ દિવસમાં કોરોનાના કુલ 11929 કેસ નોંધાયા છે. દેશમાં હાલ કોરોનાના કુલ 3,20,922 કેસ નોંધાયેલા છે. જેમાંથી 1,49,348 એક્ટિવ કેસ છે. જ્યારે 1,62,379 લોકો સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે. મૃતકોનો આંકડો વધીને 9195 થયો છે. WHOના જણાવ્યાં મુજબ સમગ્ર દુનિયામાં 75 લાખ લોકો કોરોનાની ઝપેટમાં આવેલા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona: હવે મળશે Coronavirus ને ધોબીપછાડ!, પતંજલિનો મોટો દાવો-બનાવી લીધી કોરોનાની દવા


સૌથી વધુ પ્રભાવિત આ રાજ્યો
કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર(Maharashtra) છે. જ્યાં કોરોનાના કેસ એક લાખ પાર ગયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ 1,04,568 કેસ નોંધાયા છે જેમાંથી 51392 કેસ એક્ટિવ છે જ્યારે 49346 લોકો સાજા થયા છે અને 3830 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યાં છે. બીજા નંબરે તામિલનાડુ (Tamilnadu) આવે છે જ્યાં કોરોનાના કેસ 42,687 છે. જેમાંથી 18881 એક્ટિવ કેસ છે જ્યારે 23409 લોકો ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 397 લોકોના મૃત્યુ થયા છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube