મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે લૉકડાઉનમાં છૂટછાટમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે બુધવારે આ સંબંધિત ગાઇડલાઇન જારી કરી દીધી છે. સરકારના દિશા-નિર્દેશ પ્રમાણે રાજ્યમાં હવે કન્ટેઇન્મેન્ટ ઝોનની બહાર સ્વિમિંગ પૂલ, સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સ ફરીથી ખુલી શકશે. સરકારે 5 નવેમ્બર એટલે કે ગુરૂવારથી ખોલવાની મંજૂરી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

50 ટકા ક્ષમતાની સાથે આ મંજૂરી મળી છે. સરકારની ગાઇડલાઇન પ્રમાણે ટ્રેનિંગ માટે સ્વિમિંગ પૂલ, યોગા ઇન્સ્ટિટ્યૂટ, સિનેમા હોલ, ડ્રામા થિયેટર, મલ્ટીપ્લેક્સ 50 ટકા ક્ષમતાની સાથે એકવાર ફરી ખુલશે.


મહત્વનું છે કે સિનેમા હોલ, મલ્ટીપ્લેક્સ માટે કેન્દ્ર સરકારે પહેલાથી ગાઇડલાઇન જાહેર કરી દીધી હતી. આ હેઠળ સિનેમા હોલમાં એક સીટ ખાલી રાખીને દર્શકો બેસી શકશે, એટલે કે હોલમાં માત્ર પચાસ ટકા દર્શકો હાજર રહેશે. આ સિવાય માસ્ક પહેરવું, આરોગ્ય સેતુ એપ રાખવી જરૂરી હશે. 


ભારતને આજે વધુ 3 રાફેલ વિમાન મળશે, ફ્રાન્સથી સાંજે સીધા જામનગર એરબેઝ લેન્ડ થશે  


દેશભરમાં આશરે 7 મહિના સુધી બંધ રહેલ સિનેમા હોલ, મલ્ટીપ્લેક્સ, સ્વિમિંગ પૂલ અને મનોરંજન પાર્ક 15 ઓક્ટોબરથી ખુલી ગયા છે. સિનેમાઘરો અને મલ્ટીપ્લેક્સ માટે સૂચના અને પ્રસારણ મંત્રાલયે વિસ્તૃત ગાઇડલાઇન જાહેર કરી હતી. જેથી કોઈપણ સ્થિતિમાં કોરોનાના કેસ ન વધે. દિલ્હી, મધ્ય પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં સિનેમા હોલ, મલ્ટીપ્લેક્સ 15 ઓક્ટોબરથી ખુલી ચુક્યા છે. તો મહારાષ્ટ્ર સરકારના નિર્ણય બાદ મુંબઈ, પુણે જેવા શહેરોમાં પણ સિનેમાહોલ, મલ્ટીપ્લેક્સ 5 નવેમ્બરથી ખુલી જશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube