નવરાત્રિના પહેલા દિવસે આવ્યા ખુશખબર, અમેરિકામાં તૈયાર થઈ Corona virusની દવા
હાલ સમગ્ર દુનિયા કોરોના વાયરસ (Corona virus)ને કારણે સુસ્ત બની ગઈ છે. પરંતુ આજે નવરાત્રિના પહેલા જ દિવસે સારા સમાચારા આવ્યા છે. અમેરિકામાં કોરોના વાયરસની રસી તૈયાર થઈ ચૂકી છે. વૈજ્ઞાનિકોને આ રસીથી કોરોના વાયરસને નાબૂદ કરવામાં સફળતા મળી છે. ચાર દેશઓમાં તેના ક્લિનિકલ ટ્રાયલના શાનદાર પરિણામ આવ્યા છે. અમેરિકન સરકાર જલ્દી જ આ રસીને મંજૂરી આપી શકે છે.
ઝી મીડિયા/બ્યૂરો :હાલ સમગ્ર દુનિયા કોરોના વાયરસ (Corona virus)ને કારણે સુસ્ત બની ગઈ છે. પરંતુ આજે નવરાત્રિના પહેલા જ દિવસે સારા સમાચારા આવ્યા છે. અમેરિકામાં કોરોના વાયરસની રસી તૈયાર થઈ ચૂકી છે. વૈજ્ઞાનિકોને આ રસીથી કોરોના વાયરસને નાબૂદ કરવામાં સફળતા મળી છે. ચાર દેશઓમાં તેના ક્લિનિકલ ટ્રાયલના શાનદાર પરિણામ આવ્યા છે. અમેરિકન સરકાર જલ્દી જ આ રસીને મંજૂરી આપી શકે છે.
ભારત કરતા પણ કોરોના વાયરસની કામગીરી માટે આ દેશના થયા છે સૌથી વધુ વખાણ
ચીન, સાઉથ કોરિયા, ફ્રાન્સ અને અમેરિકામાં સફળ પરીક્ષણ
મીડિયા રિપોર્ટસ અનુસાર, અમેરિકન સાયન્ટિ્સે ક્લોરોક્વીન અને હાઈડ્રોક્સિક્લોરોક્વીનને (Hydroxychloroquine) જોડીને એક રસી તૈયાર કરી છે. અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને (FDA) આ રસીના ક્લિનિકલ ટ્રાયલ (Clinical trial) ની મંજૂરી આપી દીધી છે. ગત એક મહિનાથી આ રસીનું ટ્રાયલ ચીન, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ અને અમેરિકામાં સફળ રહ્યુ છે. જે દર્દીઓની સારવાર આ રસીથી કરવામાં આવી છે, તેઓને પ્રભાવી પરિણામ મળ્યું છે.
જેતપુર : લોકડાઉનમાં ધમધમતા હતા કાપડના 3 કારખાના, રાતના અંધારામાં લેવાઈ રહ્યું હતું કામ
અમેરિકન સરકાર જલ્દી જ શરૂ કરી છે સારવાર
અમેરિકન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, કોરોના વાયરસને નાબૂદ કરવા માટે આ નવી રસીને સફળતા મળી છે. જોકે, FDAને કોઈ પણ રસીને મંજૂરી આપવામાં લાંબો સમય લાગે છે. પરંતુ વૈશ્વિક ચેલેન્જ અને પરિસ્થિતિને જોતા આગામી કેટલાક દિવસોમાં તેની સારવાર માટે લીલી ઝંડી મળવાની આશા જાગી છે. વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે, સાર્સને નાબૂદ કરવામાં આ દવાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ વખતે આ રસીમાં કોરોના વાયરસના જિનેટિકલ કોડના હિસાબથી બદલાવ કરવામાં આવ્યા છે. કોરોના વાયરસથી લડવામાં આ રસીનું પરિણામ આશાજનક છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ સાર્સનું જ વિરાટ સ્વરૂપ છે.
રાશિફળ 25 ફેબ્રુઆરી: લોકડાઉન વચ્ચે આજે કેવો જશે તમારો દિવસ, આ રાશિવાળાને મળશે મોટી ખુશખબરી
ભારત રાહ જોયા વગર રસીનો ઉપયોગ કરી શકે છે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીનું કહેવુ છે કે, જો કોઈ રસીને અમેરિકાના FDA દ્વારા મંજૂરી મળી જાય છે, તો અમે તેને જરા પણ મોડું કર્યા વગર ભારતમાં તેનો ઉપયોગ કરી શકીએ છીએ. ભારતમાં કોઈ પણ નવી દવાને સારવારમાં લાવતા પહેલા લાંબી પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. સામાન્ય પ્રોસેસમાં મંજૂરી મળવામાં 2-3 મહિના પણ લાગી શકે છે. પરંતુ કોરોના વાયરસની રસીને તરત મંજૂરી આપી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં આગામી 21 દિવસ સુધી લોકડાઉન જાહેર કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર