Diwali બાદ દિલ્હીમાં ખતરાની ઘંટી, ફરીથી વધવા લાગ્યા કોરોનાના કેસ?
રાષ્ટ્રીય રાજધાનીમાં દિવાળી બાદથી જ કોરોના કેસ (Corona Cases) માં વધારો જોવા મળી રહ્યો છે. ફેસ્ટિવલ સીઝન પુરી થતાં જ કોરોનાના કેસ વધતાં ખતરાના સંકેત છે.
નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાનીમાં દિવાળી બાદથી જ કોરોના કેસ (Corona Cases) માં વધારો જોવા મળી રહ્યો છે. ફેસ્ટિવલ સીઝન પુરી થતાં જ કોરોનાના કેસ વધતાં ખતરાના સંકેત છે. તહેવારો પહેલાં જ લોકોને ચેતવ્યા હતા કે જરૂરી નિયમોનું પાલન કરે તેમછતાં પણ દિલ્હીમાં ત્રણ અઠવાડિયા બાદ શુક્રવારે કોવિડ 19 થી 12 લોકોના મોત થયા છે અને 62 નવા કેસ આવ્યા છે. સાથે જ સંક્રમણ દર વધીને 0.12 થઇ ગયો છે.
વધી મોતની સંખ્યા
દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા શેર કરવામાં આવેલા આંકડા અનુસાર દિલ્હીમાં કોરોના વાયરસ સંક્રમણના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 25,093 થઇ ગઇ છે. આ પહેલાં રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ 19 થી મોતનો આંકડો 22 ઓક્ટોબરે સામે આવ્યા હતા. તમને જણાવી દઇએ કે દિલ્હીમાં ઓક્ટોબરમાં મહામારીથી 4 દર્દીઓના અને સપ્ટેમ્બરામાં 5 દર્દીઓના મોત થયા.
શુક્રવારે દિલ્હીમાં રહ્યો આ આંકડો
તાજા સ્વાસ્થ્ય બુલેટિનના અનુસાર શુક્રવારે સંક્રમણ દર વધીને 0.12 ટકા થઇ ગયો છે. સાથે જ કોરોના સંક્રમણના કુલ કેસ વધીને 14,40,332 થઇ ગયા છે. શહેરમાં 14.14 લાખથી વધુ દર્દીઓ સંક્રમણથી સાજા થઇ ચૂક્યા છે. કોવિડ 19 ની તપાસ માટે એક દિવસમાં 49,874 નમૂનાની તપાસ કરવામાં આવી હતી.
Indian Railways: પહેલાંની માફક રેલવેની સફર ફરીથી ચાલૂ, કોરોનાકાળની સ્પેશિયલ ટ્રેનોનો દૌર ખતમ
દિવાળી બાદ થઇ રહ્યો છે વધારો
અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં એક દિવસ પહેલાં એટલે કે ગુરૂવારે કોવિડ 19 ના 40 નવા કેસ સામે આવ્યા હતા અને સંક્રમણ દર 0.08% નોધાય્પ હતો. આ પહેલાં બુધવારે મહામારીના 54 નવા કેસ સામે આવ્યા હતા અને સંક્રમણ દર 0.09% નોંધયો હતો તથા દિવસ પહેલાં એટલે કે મંગળવારે 33 કેસ સામે આવ્યા બાદ સંક્રમણ દર 0.06% નોધાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube