નવી દિલ્હી : કેન્દ્ર સરકારે કોરોના સંક્રમણને અટકાવવા માટે તે રાજ્યો પર હવે વિશેષ જોર આપવાનું શરૂ કર્યું છે જ્યાં સંક્રમણના કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. સ્વાસ્થય મંત્રાલયે રવિવારે તેના માટે 20 કેન્દ્રીય ટીમોની રચના કરી છે. જે દેશના અલગ અલગ 20 રાજ્યોમાં જશે અને તે રાજ્યો સાથેતાલમેલ બેસાડીને બનાવીને ત્યાં કોરોના સંક્રમણને કંટ્રોલ કરવા માટે કામ કરશે. તમામ પ્રકારના આંકડાઓનું એનાલિસિસ કર્યા બાદ કેન્દ્ર સરકારે 10 રાજ્યોનાં એવા 20 શહેરો જિલ્લાની ઓળખ છે, જ્યાં યુદ્ધ સ્તર પર કોરોના કંટ્રોલ કરવા માટે કામ કરવાનું ખુબ જ જરૂરી બન્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંક્રમિત શીખ તિર્થયાત્રીઓથી પંજાબમાં ટેંશન, દિગ્વિજયે કહ્યુ તબલીગી સાથે કોઇ તુલના ખરી?

જેમાં સૌથી ટોપ પર મહારાષ્ટ્રનાં 3 મોટા શહેરો છે. જ્યાં સ્વાસ્થયમંત્રાલયની ટીમો જશે જેમાં મહામુંબઇ, પુણે અને ઠાણે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં સૌથી વધારે કોરોના સંક્રમણના મુદ્દે મહારાષ્ટ્રમાં જ સામે આવી રહી છે અને ખાસ કરીને મહારાષ્ટ્રનાં 3 શહેરોમાંથી આ જ કારણ છે કે હવે કેન્દ્રને બે પગલા આગળ વધીને કેન્દ્રીય ટીમોને ત્યાં મોકલવા પડી રહ્યા છે.


દેશમાં કોરોનાનો સકંજો વધારે કસાયો, દર કલાકે 3ના મોત 110 નવા કેસ આવી રહ્યા છે સામે

ત્યાર બાદ અમદાવાદ, સુરત અને વડોદરામાં પણ સ્વાસ્થય મંત્રાલયની ટીમો જશે. રાજ્યનાં હેલ્થ વર્ક્સ સાથે કોઓર્ડિનેટ કરીને ત્યાં કોઇ પણ પ્રકારનું કોરોના સંક્રમણને કંટ્રોલ કરવામાં આવે તે અંગે કામ કરશે. મધ્યપ્રદેશમાં ઇંદોર અને ભોપાલમાં ન માત્ર સૌથી વધારે કેસ આવી રહ્યા છે પરંતુ અહીં સંક્રમણ ફેલાવાનું કાબુમાં પણ નથી આવી રહ્યું. જેથી આ બંન્ને શહેરોમાં પણ કેન્દ્ર સરકારની ટીમો જઇ રહી છે.


આ કેવી નીતિ? વિદેશથી આવનારાઓને મફત, મજૂરો પાસેથી ભાડા વસુલાઇ રહ્યા છે!

કોરોના સંક્રમણના મુદ્દે જે રાજ્યોમાં સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે તેમાં રાજસ્થાનમાં જયપુર અને જોધપુરનો પણ સમાવેશ થાય છે. જ્યારે તમિલનાડુમાં ચેન્નાઇ પર પણ રાજ્યની ટીમો કોરોના કંટ્રોલ કરવાના પ્લાન અંગે આગળનું કામ કરશે. આ ઉપરાંત તેલંગાણાનું હૈદરાબાદ, ઉત્તરપ્રદેશનું આગરા, લખનઉ જ્યારે પશ્ચિમ બંગાળનાં કોલકાતાનો સમાવેશ થાય છે. દક્ષિણમાં આંધ્રના કરનુલ ગુંટુર અને કૃષ્ણા જિલ્લો સૌથી વધારે પડકારજનક વિસ્તાર છે. જેથી કેન્દ્ર અહીં પણ ટીમ મોકલશે. દેશી રાજધાની દિલ્હીનાં 2 જિલ્લા દક્ષિણ દિલ્હી અને મધ્ય દિલ્હીમાં પણ કેન્દ્રની બે ટીમ બનાવવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube