આ કેવી નીતિ? વિદેશથી આવનારાઓને મફત, મજૂરો પાસેથી ભાડા વસુલાઇ રહ્યા છે!

કોરોના સામે લડવા માટે દેશમાં ત્રીજીવાર લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ લોકડાઉનના કારણે લાખો પ્રવાસી મજુરો અલગ અલગ રાજ્યોમા ફસાયેલા છે. આ પ્રવાસી મજુરોની ઘર વાપસી માટે ગૃહમંત્રાલયે ગાઇડલાઇન તો બહાર પાડી દીધી છે. જો કે તેમને મોકલવા માટેની અવેજમાં રાજ્યો પાસેથી ભાડુ વસુલવાનો મુદ્દો જોર પકડી રહ્યો છે.
આ કેવી નીતિ? વિદેશથી આવનારાઓને મફત, મજૂરો પાસેથી ભાડા વસુલાઇ રહ્યા છે!

નવી દિલ્હી : કોરોના સામે લડવા માટે દેશમાં ત્રીજીવાર લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ લોકડાઉનના કારણે લાખો પ્રવાસી મજુરો અલગ અલગ રાજ્યોમા ફસાયેલા છે. આ પ્રવાસી મજુરોની ઘર વાપસી માટે ગૃહમંત્રાલયે ગાઇડલાઇન તો બહાર પાડી દીધી છે. જો કે તેમને મોકલવા માટેની અવેજમાં રાજ્યો પાસેથી ભાડુ વસુલવાનો મુદ્દો જોર પકડી રહ્યો છે.

આ મુદ્દે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કેન્દ્ર સરકાર પર વ્યંગ કર્યો છે. ઉમરે ટ્વીટ કરતા કહ્યું છે કે, જો તમે કોરોના સંકટમાં વિદેશમાં ફસાયેલા છે તો સરકાર તમને મફતમાં પરત લઇને આવશે. પરંતુ કોઇ રાજ્યમાં કોઇ પ્રવાસી મજુર ફસાયા છે તો તેને સોશિયલ ડિસ્ટન્સિંગ કોસ્ટની સાથે સંપુર્ણ ખર્ચ ઉઠાવવો પડશે. જો એવું છે તો વડાપ્રધાન કેર ફંડ ક્યાં ગયું?

અખિલેશે સાધ્યું નિશાન
મજુરોએ ભાડાના મુદ્દે સમાજવાદી પાર્ટીનાં ચીફ અખિલેશ યાદવે પણ રવિવારે કેન્દ્ર સરકારને ઘેર્યા હતા. અખિલેશે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ટ્રેનથી પરત ઘરે લઇ જવાઇ રહેલા ગરીબ, બેસહારા મજુરોથી ભાજપ સરકાર દ્વારા પૈસા માટે જવાના સમાચાર ખુબ જ શરમજનક છે. આજે સ્પષ્ટતા થઇ ચુકી છે કે, મુડીવાદીઓને અબજો માફ કરનારી ભાજપ અમીરો સાથે છે અને ગરીબોની વિરુદ્ધ છે.

છત્તીસગઢનાં મુખ્યમંત્રી પણ ગણાવી ચુક્યા છે હાસ્યાસ્પદ
અખિલેશ યાદવ પહેલા છત્તીસગઢનાં મુક્યમંત્રી ભૂપેશ બધેલે એક કાર્યક્રમમાં મજૂરો પાસેથી રેલવેનું ભાડુ વસુલવાના મુદ્દાને હાસ્યાસ્પદ ગણાવ્યો હતો. તેમણે કહ્યુ કે, મજુરો માટે ટ્રેન ચલાવવા માટે કેન્દ્ર સરકારને રાજ્યો પાસેથી પૈસા ન લેવા જોઇએ. આ હાસ્યાસ્પદ છે. કેન્દ્રએ તેમાં સહાય કરવી જોઇએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news