ચંદીગઢ: કોરોના વાયરસ (Coronavirus) ના વધતા જતા કેસએ ચિંતા વધારી દીધી છે. મહારાષ્ટ્ર અને કેરલ પછી પંજાબ એવું રાજ્ય છે જ્યાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. આ દરમિયાન પંજાબ સરકારે શુક્રવારથી ચાર અને જિલ્લામાં રાત્રિ કરર્ફ્યું (Night Curfew) લગાવવા અને તમામ સ્કૂલો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકારીએ જણાવ્યું કે લુધિયાણા, પટિયાલા, મોહાલી, ફતેહગઢ સાહિબ, જલંધર, નવાંશહર, કપૂરથલા અને હોશિયારપુરમાં રાત્રિ કરર્ફ્યું (Night Curfew) લગાવી દીધો છે. અહીં રાત્રે 11 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી રાત્રિ કરર્ફ્યું (Night Curfew) લગાવ્યો છે. 

IND vs ENG 1st T20: જસપ્રીત બુમરાહને પાછળ છોડીને ભારત માટે યુજવેન્દ્ર ચહલે બનાવ્યો મોટો રેકોર્ડ


તમામ સ્કૂલોને બંધ કરવાનો આદેશ
રાજ્ય સરકારના શિક્ષામંત્રી વિજય ઇંદર સિંગલાએ જણાવ્યું કે સ્કૂલી શિક્ષણ વિભાગએ તમામ સરકારી તથા ખાનગી સ્કૂલોને બંધ કરવાનો આદેશ આપ્યા છે. 


ઓફલાઇન થશે પરીક્ષાઓ
જોકે મંત્રીએ કહ્યું કે 'શિક્ષક સ્કૂલોમાં હાજર રહેશે અને જો કોઇ બાળકને પરીક્ષાની તૈયારીમાં માર્ગદર્શકની જરૂર પડશે તો તે સ્કૂલ આવી શકે છે. તેમણે કહ્યું કે પરીક્ષાઓ કોવિડ 19ના સખત દિશાનિર્દેશો હેઠળ ઓફલાઇન કરાવવામાં આવશે. સિંગલાએ જણાવ્યું કે કોવિડ 19 દિશાનિર્દેશોનું અનુપાલન કરતાં પરીક્ષા યોજવા માટે જલદી જ વિસ્તૃત નિર્દેશ જાહેર કરવામાં આવશે. 

IND vs ENG: પહેલી જ મેચમાં ભારત ઘૂંટણીયે, અંગ્રેજોએ 8 વિકેટે આપી આકરી હાર


નક્કી સમય પર યોજાશે પરીક્ષાઓ
અત્રે ઉલ્લેખનીય છે કે પંજાબના પીએસઇબી પહેલાં જ પરીક્ષાની ડેટશીટ જાહેર કરી ચૂકી છે. જેના હેઠળ 8મા અને 12મા ધોરણની પરીક્ષાઓ 22 માર્ચના રોજ શરૂ થશે જ્યારે 10મા ધોરણની પરીક્ષાઓ નવ એપ્રિલથી શરૂ થશે. 


24 કલાકમાં 1300 થી વધુ નવા કેસ
તમને જણાવી દઇએ કે પંજાબમાં શુક્રવારે કોવિડ 19 નવા કેસ સામે આવ્યા. રાજ્યમાં મહામરી શરૂ થયાથી અત્યાર સુધી 1,94,753 લોકોના સંક્રમિત થયાની પુષ્ટિ થઇ ચૂકી છે. અહીં ગત 24 કલાકમાં કોરોના સંક્રમણથી વધુ ચાર લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 6,030 લોકોના જીવ કોવિડ 19 ના લીધે ગયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube