ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 56 હજારને પાર, છેલ્લા 24 કલાકમાં 103 લોકોના મોત
કોરોના વાયરસના કેસ દેશમાં ઝડપથી વધી રહ્યાં છે. 24 કલાકની અંદર 3390 નવા કેસ સામે આવ્યાં છે. દેશમાં કોરોનાના કેસનો આંકડો 56 હજારને પાર ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ કોવિડ 19ના કેસ વધીને 56,342 પર પહોંચ્યા છે. તેમાંથી 37,916 લોકો હજુ સારવાર હેઠળ છે. જ્યારે 16540 લોકો સાજા થઈને ઘરે ગયા છે. 1886 લોકોએ કોવિડ 19ના કારણે જીવ ગુમાવ્યાં છે. હાલ દેશમાં રિકવરી રેટ 29.35 ટકા છે. કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં 103 લોકોના મોત થયા છે.
નવી દિલ્હી: કોરોના વાયરસના કેસ દેશમાં ઝડપથી વધી રહ્યાં છે. 24 કલાકની અંદર 3390 નવા કેસ સામે આવ્યાં છે. દેશમાં કોરોનાના કેસનો આંકડો 56 હજારને પાર ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ કોવિડ 19ના કેસ વધીને 56,342 પર પહોંચ્યા છે. તેમાંથી 37,916 લોકો હજુ સારવાર હેઠળ છે. જ્યારે 16540 લોકો સાજા થઈને ઘરે ગયા છે. 1886 લોકોએ કોવિડ 19ના કારણે જીવ ગુમાવ્યાં છે. હાલ દેશમાં રિકવરી રેટ 29.35 ટકા છે. કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં 103 લોકોના મોત થયા છે.
કોરોનાકાળમાં ચમત્કાર, ભારતે બનાવી નાખી 'FELUDA', જાણો કોરોનાને નાથવા માટે કઈ રીતે ઉપયોગી?
દેશમાં મુંબઈ અને દિલ્હી સહિત અનેક રાજ્યોમાં કોરોનાના નવા કેસ સામે આવી રહ્યાં છે. દિલ્હીમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા 4898 થઈ છે. જ્યારે 64 લોકોના મોત થયા છે. જ્યારે મુંબઈમાં કોવિડ 19ના કેસ 14541 પર પહોંચ્યો છે. જ્યારે મોતનો આંકડો 583 થયો છે.
મહારાષ્ટ્ર: ઔરંગાબાદમાં દર્દનાક અકસ્માત, પાટા પર સૂઈ રહેલા 19 શ્રમિકો માલગાડી નીચે કચડાયા, 16ના મોત
દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે 71000 થી નવા કેસ સામે આવ્યાં બાદ કેસોની કુલ સંખ્યા 38 લાખથી વધુ થઈ ગઈ છે. મોતનો આંકડો 2 લાખ 70 હજાર પહોંચી ગયો છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube