નવી દિલ્હી: કોરોના (Coronavirus) ના વધતા જતા કેસ મુદ્દે કેબિનેટ સેક્રેટરી આજે આઠ રાજ્યો સાથે સમીક્ષા બેઠક કરશે. આ આઠ રાજ્યોમાં કોરોનાના કેસ વધુ છે. તેમાં મહારાષ્ટ્ર (Maharashtra) , ગુજરાત (Gujarat), મધ્યપ્રદેશ (Madhya Pradesh), છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર, તેલંગાણા અને પશ્વિમ બંગાળ સામેલ છે. ભારત (India) માં આજે કુલ સક્રિય કેસોનું ભારણ 1,59,590 સુધી પહોંચ્યું છે. ભારતમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી હાલમાં સક્રિય કેસોનું ભારણ 1.44% છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છ રાજ્યો- મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, તમિલનાડુ, અને ગુજરાત (Gujarat) માં છેલ્લા 24 કલાકમાં નવા કેસોની સંખ્યામાં વધારો થયો છે. મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ નવા કેસો નોંધાવાનું ચાલુ છે જ્યાં નવા 8,333 કેસ નોંધાયા છે. તે પછીના ક્રમે, કેરળમાં વધુ 3,671 જ્યારે પંજાબમાં નવા 622 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 16,488 કેસ પોઝિટીવ નોંધાયા છે. નવા નોંધાયેલા 85.75% કેસ છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે. આઠ રાજ્યોમાં દૈનિક ધોરણે વધારાનું વલણ જોવા મળી રહ્યું છે.

Corona, બર્ડ ફ્લૂ બાદ Parvo Virus એ વધાર્યું ટેંશન, આ શહેરમાં મળ્યા કેસ


કોરોનાના 1,59,590 એક્ટિવ કેસ
દેશમાં અત્યારે કોરોનાના (Coronavirus) 1,59,590 એક્ટિવ કેસ છે.  છેલ્લા બે અઠવાડિયામાં કેરળમાં સક્રિય કેસોની સંખ્યામાં સૌથી વધુ ઘટાડો નોંધાયા છો જે 14 ફેબ્રુઆરી 2021ના રોજ 63,847માંથી ઘટીને આજે 51,679 થઇ ગયા છે. બીજી તરફ, મહારાષ્ટ્રમાં સમાન સમયગાળામાં સક્રિય કેસોની સંખ્યામાં સર્વાધિક વધારો નોંધાયો છે જ્યાં 14 ફેબ્રુઆરીએ 34,449 કેસોમાંથી આજે વધીને 68,810 કેસ થઇ ગયા છે.


તેલંગાણા, મહારાષ્ટ્ર (Maharashtra), છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત (Gujarat), પંજાબ, જમ્મુ અને કાશ્મીર તેમજ પશ્ચિમ બંગાળ સહિત જ્યાં સક્રિય કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યાં છે તેવા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે કેબિનેટ સચિવ આજે સમીક્ષા કરશે.

Gold Price: સોનું ખરીદવું થયું વધુ સસ્તું, ત્રણ દિવસમાં થયો આટલો મોટો ઘટાડો


કોરોનાના લીધે 113 લોકોના મોત
કુલ 1.07 કરોડ (1,07,63,451) લોકો આજદિન સુધીમાં સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 12,771 દર્દીઓ સાજા થઇ ગયા છે અને તેમને રજા આપવામાં આવી છે. ભારતમાં સાજા થવાનો દર 97.17% છે જે દુનિયામાં સર્વાધિક પૈકી એક છે. નવા સાજા થયેલા 84.79% દર્દીઓ છ રાજ્યોમાંથી છે.


મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ 4,936 દર્દી સાજા થયા છે. તે પછીના ક્રમે, 24 કલાકમાં કેરળમાં વધુ 4,142 જ્યારે કર્ણાટકમાં વધુ 642 દર્દી સાજા થયા છે.છેલ્લા 24 કલાકમાં 113 દર્દીના મૃત્યુ નોંધાયા છે. નવા નોંધાયેલા મૃત્યુમાંથી 82.3% દર્દીઓ છ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં મૃત્યુ પામ્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ  (48) દર્દીના મૃત્યુ નોંધાયા છે. આ ઉપરાંત, પંજાબમાં વધુ 15 અને કેરળમાં વધુ 14 દર્દીના મૃત્યુ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે.


સત્તર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં ગુજરાત, ઓડિશા, ચંદીગઢ, ઝારખંડ, હિમાચલપ્રદેશ, પુડુચેરી, મણીપુર, મિઝોરમ, લક્ષદ્વીપ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), સિક્કિમ, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, આંદામાન અને નિકોબારના ટાપુઓ, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ છે.

Petrol, Diesel Prices Today, February 27, 2021: 3 દિવસની રાહત બાદ પેટ્રોલ-ડીઝલમાં મોટો વધારો, જાણો આજનો ભાવ


લક્ષદ્રીપમાં કોરોના વાયરસના લીધે પ્રથમ મોત
લક્ષદ્રીપમાં કોરોના વાયરસના સંક્રમણના લીધે પ્રથમ મોતના સમાચાર આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે અત્યાર સુધી જે લોકોના મોત થયા, તેમાંથી 70 ટકાથી વધુ દર્દીઓને અન્ય બિમારીઓ હતી. મંત્રાલ્યે પોતાની વેબસાઇટ પર જણાવ્યું કે તેના આંકડાને આસીએમઆરના આંકડા સાથે મેચ કરવામાં આવી રહ્યા છે. 


આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, દેશમાં આજદિન સુધીમાં કુલ 2,92,312 સત્રોમાં 1,42,42,547 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 66,68,974 HCW (1લો ડોધ), 24,53,878 HCW (2જો ડોઝ) અને 51,19,695 FLW (1લો ડોઝ) સામેલ છે.રસીકરણ કવાયતના પ્રથમ 28 દિવસમાં જે લાભાર્થીએ કોવિડ-19 વિરોધી રસીનો પહેલો ડોઝ પ્રાપ્ત કર્યો હોય તેમને 13 ફેબ્રુઆરી 2021થી બીજો ડોઝ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમજ, 2 ફેબ્રુઆરી 2021થી FLWનું રસીકરણ પણ શરૂ કરવામાં આવ્યું છે.

Jio ની મોટી જાહેરાત, 2 વર્ષ સુધી Free મળશે તમામ સેવાઓ અને ફોન


રસીકરણ કવાયતના 42મા દિવસે (27 ફેબ્રુઆરી 2021) કુલ 7,64,904 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. આમાંથી 3,49,020 લાભાર્થીને 13,397 સત્રમાં પ્રથમ ડોઝ (HCW અને FLW) આપવામાં આવ્યો હતો જ્યારે 4,20,884 HCWને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. ભારતમાં આપવામાં આવેલા કુલ રસીના બીજા ડોઝમાંથી 62.75% લોકોનું રસીકરણ આઠ રાજ્યોમાં થયું છે. સમગ્ર ભારતમાં કુલ રસીના બીજા ડોઝમાંથી ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે 12.64% (3,10,058) ડોઝ આપવામાં આવ્યા છે. 9 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધણી કરવામાં આવેલા કુલ આરોગ્ય સંભાળ કર્મચારીઓમાંથી 60%ને રસી આપવામાં આવી છે. આમાં અરુણાચલ પ્રદેશ, તમિલનાડુ, દિલ્હી, તેલંગાણા, લદાખ, ચંદીગઢ, નાગાલેન્ડ, પંજાબ અને પુડુચેરી છે.


12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધણી કરાવનારા 65%થી વધારે અગ્ર હરોળના કર્મચારીઓને રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આમાં લદાખ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઓડિશા, ત્રિપુરા, મધ્યપ્રદેશ, ગુજરાત, લક્ષદ્વીપ, રાજસ્થાન, કેરળ, દાદરા અને નગર હવેલી છે. 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધણી કરવામાં આવેલા કુલ અગ્રહરોળના કર્મચારીઓમાંથી 40% કરતાં ઓછા લોકોને રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આમાં પુડુચેરી, આંદામાન અને નિકોબારના ટાપુઓ, મેઘાલય, આસામ, તમિલનાડુ, મણીપુર, અરુણાચલ પ્રદેશ, તેલંગાણા, પંજાબ, નાગાલેન્ડ, ગોવા અને મિઝોરમ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube