નવી દિલ્હી : દેશમાં ભલે લોકડાઉનને 40 દિવસ કરતા વધારે સમય પસાર થઇ ચુક્યો હોય પરંતુ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. મે મહિનાની શરૂઆત થતા જ સંક્રમણનાં દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થવા લાગ્યો છે. સ્થિતી એટલે સુધી પહોંચી છે કે મૃત્યુદર ગત્ત દિવસોની તુલનાએ અનેક ગણું વધી રહ્યું છે. આજે એટલે કે 3 મેની જ વાત કરીએ તો ગત્ત 24 કલાકમાં કોરોના સંક્રમણનાં રેકોર્ડ 2644 ચેપના કેસ સામે આવ્યા છે જ્યારે સૌથી વધારે 81 સંક્રમિત દર્દીઓનાં મોત નિપજ્યાં છે. એટલે કે 24 કલાકમાં સરેરાશ જોઇએ તો દર કલાકે 3 કોરોનાના દર્દીઓનાં મોત થઇ રહ્યા છે. દર કલાકે 110 સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશ માટે આ આંકડો ન માત્ર ચોંકાવનારો છે પરંતુ ચિંતાજનક સ્થિતી પણ પેદા કરી રહ્યો છે. આ આંકડો ત્યારે ચોંકાવી રહ્યો છે, જ્યારે ગત્ત 5 દિવસોની વાત કરીએ તો કોરોના સંક્રમણના 10 હજારથી પણ વધારે કેસ માત્ર 5 દિવસમાં જ સામે આવ્યા છે. એટલું જ નહી સરેરાશ 300થી વધારે કોરોના સંક્રમણ દર્દીઓનાં ડેટ ગત્ત 5 દિવસમાં થઇ છે. કોરોના સંક્રમણના દર્દીઓનો આંકડો આજે 40 હજારથી પાર પહોંચી ગયો છે જ્યારે અત્યાર સુધ 1300થી વધારે સમગ્રદેશમાં થઇ ચુકી છે. 

આઇસીએમઆરના અનુસાર સમ્ર દેશમાં ઝડપથી સેંપલનુ ટેસ્ટિંગ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી એટલે કે 3 મે સુધી દેશમાં કોરોના સંક્રમણની તપાસ મુદ્દે સમગ્ર દેશમાં 10 લાખ 46 હજાર 450 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે. એટલે કે સરેરાશ સાડા દસ લાખ સેમ્પલના ટેસ્ટિંગમાં 40 હજરાતથી વધારે દર્દીઓ સંક્રમણના કેસ સામે આવી ચુક્યા છે. 


હંદવાડના શહીદોને PM મોદીએ કર્યું નમન, તેમની બહાદુરી ક્યારે પણ દેશ નહી ભુલી શકે

અત્રે ઉલ્લેખનીય છે કે, 1 અઠવાડીયા પહેલાની જ વાત કરીએ તો ગત્ત મહિને 27 એપ્રીલની સવારે 8 વાગ્યા સુધીમાં દેશમાં કુલ 27892 સંક્રમણના કેસ હતા જ્યારે 6185 લોકોનાં મોત થયા છે. 27 એપ્રીલની સાંજે આવતા આવતા 6 વાગ્યા સુધીમાં દર્દીઓનું પ્રમાણ 28380 પહોંચી ગઇ હતી જ્યારે મોતનું પ્રમાણ6362 થઇ ગયું. 


કોરોના: CRPF હેક્વાર્ટર સીલ, 135થી વધારે પોઝિટિવ, 40 અધિકારીઓ ક્વોરન્ટાઇન

28 એપ્રીલની વાત કરીએ તો 8 વાગ્યા સુધીમાં દેશના કુલ સંક્રમણના કેસ 29435 હતા જ્યારે મોતનો આંકડો 934 હતો. 28 એપ્રીલ બાદ કોરોના સંક્રમણના કેસમાં ઝડપ આવી અને સંક્રમિત લોકોનું પ્રમાણ ઝડપથી વધતું ગયું પરંતુ મોતનો આકડો પણ ખુબ જ ઝડપથી આગળ વધ્યો. 


હંદવાડા: બહાદુરીનું ઉદાહરણ હતા કર્નલ આશુતોષ, વીરતા માટે બે વખત સન્માનિત કરવામાં આવ્યા

29 એપ્રીલના રોજ સવારે 8 વાગ્યે સંક્રમણના કેસ 31332 થયા જ્યારે મોતનો આંકડો 1000ને પાર થઇને 1007 થયો. આ દિવસે 24 કલાકની અંદર સૌથી વધારે 71 મોત થયા. 30 એપ્રીલે સવારે 8 વાગ્યા સુધીમાં કોરોના સંક્રમણના કેસ વધીને 33050 થઇ ગયા જ્યારે મોતનો આંકડો 1074 પહોંચ્યો. સાંજ થતા સુધીમાં એટલે કે 6 વાગ્યા સુધીમાં સંક્રમિત લોકોનું વધ્યું અને 33610 પર પહોંચી ગઇ. સંક્રમણથી મરનારાઓની સંખ્યા 1075 થઇ. 


હંદવાડામાં સેનાને મોટી સફળતા, લશ્કરના ટોપ કમાન્ડર 'હૈદર'નો અંત

1 મે સવારે 8 વાગ્યે કોરોના સંક્રમણ દર્દીઓનાં પ્રમાણ 35000ને પાર કરીને કુલ 35043 થઇ ગયું જ્યારે મોતનો આંકડો 1147 પર પહોંચી ગયો. 1 મેના રોજ 24 કલાકમાં 1993 સંક્રમણના નવા કેસ સામે આવ્યા જ્યારે 73 લોકોના મોત થયા. 1 મેની સાંજ થતા સુધીમાં 6 વાગ્યા સુધી કોરોના સંક્રમણના દર્દીઓનો આંકડો 35365 પહોંચી ગયા જ્યારે મોતનો આંકડો 1152 થઇ ગયો. સાંજે 24 કલાકમાં 1752 નવા કેસ સામે આવ્યા જ્યારે 77 દર્દીઓનાં મોત થયા. 


ભગવાનના ઘરમાં પણ નોકરી અસુરક્ષિત, તિરુપતિ બાલાજી મંદિરના 1300 કર્મચારીઓને કાઢી મુકવામાં આવ્યા

કાલે એટલે કે 2 મેની વાત કરી તો કાલે સવાર સુધીમાં દર્દીઓનો આંકડો 37336 હતો 1218 સંક્રમણના દર્દીઓનાં મોત થઇ ચુક્યા હતા. કાલે પણ સવારે રેકોર્ડ 24 કલાકમાં 2293 નવા કેસ સામે આવ્યા જ્યારે 71 દર્દીઓનાં વધારે મોત થયા. 2 મેની સાંજે 6.30 વાગ્યા સુધીમાં કોરોના સંક્રમણનાં દર્દીઓની સંખ્યા વધીને 37776 પર થઇ ગયો જ્યારે સંક્રમણનાં દર્દીઓનાં મોતની સંખ્યા 1223 થઇ ચુકી હતી. કાલે સાંજે પણ સંક્રમણનાં 2411 નવા કેસ સામે આવ્યા હતા જ્યારે 71 વધારે દર્દીઓનાં મોત થયા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube